ખંભાતના MLA ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું
ખંભાત , ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ છે. તેમને આજે વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું આપ્યુ છે. આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટીને 16 થઈ ગઈ છે.
લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આપને એક-એક બેઠકનું નુકસાન થયુ છે. હજુ પણ કોંગ્રેસના બેથી ત્રણ ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો વિપક્ષ માટે આ ખૂબ જ મોટો સેટબેક કહી શકાય છે. તેમજ ગુજરાતમાં ફરી કોંગ્રેસ તૂટી રહી હોય તેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.