ખંભાત તાલુકામાં સૌથી વધુ સરેરાશ ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
છેલ્લા ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૪.૫૦ ટકા વરસાદ નોંધાયો-કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭ ટકા વરસાદ નોંધાયો
ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં સૌથી વધુ ૧૨૪ મિ.મી. આશરે ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૭ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના કુલ ૪૪ તાલુકાઓમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૬ જુલાઇ, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ગત ૨૪ કલાક દરમિયાન આણંદના ખંભાત તાલુકામાં ૧૨૪ મિ.મી., અમદાવાદ શહેરમાં ૧૧૭ મિ.મી., ખેડાના નડીયાદ તાલુકામાં ૧૧૬ મિ.મી. અને નવસારીના જલાલપોર તાલુકામાં ૧૦૬ મિ.મી. એમ ચાર જિલ્લાઓમાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે અરવલ્લીના મોડાસા તાલુકામાં ૮૮ મિ.મી., ભાવનગરના શિહોર તાલુકામાં ૮૭ મિ.મી., આણંદ શહેરમાં ૮૫ મિ.મી. અને તારાપુર તાલુકામાં ૮૪ મિ.મી., બોટાદમાં ૭૭ મિ.મી., અમદાવાદના ધંધુકા તાલુકામાં ૭૬ મિ.મી. અને છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં ૭૫ મિ.મી., એમ કુલ ૭ જિલ્લાઓમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
જયારે રાજ્યના કુલ ૧૦ તાલુકાઓમાં સરેરાશ ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં આણંદના પેટલાદ તાલુકામાં ૭૧ મિ.મી., સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ૭૧ મિ.મી. ભાવનગરના ઉમરાલા તાલુકામાં ૬૬ મિ.મી. બોટાદના બરવાળા તાલુકામાં ૬૧ મિ.મી., ખેડાના મહેમદાબાદ તાલુકામાં ૫૮ મિ.મી. મહેસાણામાં ૫૭ મિ.મી., અરવલ્લીના મેઘરજ તાલુકામાં ૫૩ મિ.મી., સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં ૫૧ મિ.મી., સુરતના ચોર્યાસી તાલુકમાં અને પંચમહાલના ગોધરા તાલુકમાં ૫૦ મિ.મી. વરસાદ નોંધાયો છે.
રાજ્યના કુલ ૪૪ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના ઉમેરગામમાં ૪૯ મિ.મી., ભાવનગરના વલભીપુરમાં ૪૯ મિ.મી., મહીસાગરના ખાનપુરમાં ૪૮ મિ.મી., પંચમહાલના હાલોલમાં ૪૮ મિ.મી., ભરૂચના વાગરામાં ૪૭ મિ.મી., વડોદરાના પાદરામાં ૪૭ મિ.મી., મહીસાગરના લુણાવાડામાં ૪૭ મિ.મી., સુરેન્દ્રનગરના લખતરમાં ૪૫ મિ.મી., અને સાયલામાં ૪૫ મિ.મી., ચુડામાં ૪૪ મિ.મી., પંચમહાલના શહેરામાં ૪૪ મિ.મી.,
વડોદરા શહેરમાં અને આણંદના ઉમરેઠમાં ૪૩ મિ.મી., ગીર સોમનાથના ઉનામાં ૪૨ મિ.મી., ખેડાના વાસો અને સુરેન્દ્રનગરના લીમડીમાં ૪૨ મિ.મી.,દાહોદના જાલોદમાં ૪૧ મિ.મી., ભાવનગર અને રાજકોટના જસદણ તાલુકામાં ૪૦ મિ.મી., રાજકોટના વીંછીયા તાલુકામાં ૩૯ મિ.મી., અમરેલીના લાઠી તાલુકામાં,
મહેસાણાના બેચરાજી તાલુકામાં, ખેડાના ઠેસરા અને વડોદરાના દેસર તાલુકામાં ૩૮ મિ.મી., આણંદના બોરસદમાં, વડોદરાના ડભોઇ તાલુકામાં ૩૭ મિ.મી., આણંદના સોજીત્રા તાલુકામાં ૩૬ મિ.મી., અમરેલીના લીલીયામાં અને સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં, ખેડાના મહુધામાં, ગાંધીનગરના દહેગામ તાલુકામાં ૩૪ મિ.મી.,
મહીસાગરના સંતરામપુરમાં, ખેડામાં અને અરવલ્લીના ભિલોડા તાલુકામાં ૩૩ મિ.મી., બોટાદના રાણપુરમાં, સુરત શહેરમાં બોટાદના ગઢડા તાલુકામાં, પંચમહાલના મોરવા હડફ તાલુકામાં ૩૦ મિ.મી., રાજકોટના ગોંડલમાં, ખેડાના માતર તાલુકામાં ૨૯ મિ.મી., અમદાવાદના દસક્રોઈ તાલુકામાં અને અરવલ્લીના માલપુર તાલુકામાં ૨૭ મિ.મી., ખેડાના ગળતેશ્વરમાં ૨૬ મિ.મી., અને ગાંધીનગરમાં ૨૫ મિ.મી., વરસાદ નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૪.૫૦ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૦.૩૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૩૧.૧૪ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૭.૦૯ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૪.૩૬ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.