ગુજરાતના આ ગામની દીકરીએ અમેરિકામાં મિસ ભારત વર્લ્ડ વાઈસ પોપ્યુલર ૨૦૨૩નો તાજ જીત્યો
ખંભાત, ખંભાત તાલુકાના વત્રા ગામની દિકરી ડો. કોમલ પટેલે અમેરિકામાં ભારતનું નામ રોેશન કર્યું છે. અમેરિકામાં યોજાયેલી મિસ ભારત વર્લ્ડ વાઈડ પોપ્યુલર ૨૦૨૩ ની કોમ્પિટીશન યોજાઈ હતી. જેમાં ભારતીય સંસ્કૃતીના દર્શન કરાવીને આ સિદ્ધિ મેળવી હતી. આમ વિદેશની ધરતી પર ભારતનું નામ રોશન કરીને ગૌરવ અપાવ્યું છે.
ખંભાત તાલુકામાં આવેલા નાનકડા વત્રા ગામમાં રહેતા સુરેશભાઈ પટેલની દિકરી ડો. કોમલ પટેલ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી થયા છે, અમેરિકાના મેટ્ટથેવ્સ ખાતે અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકો માટે મિસ ભારત વર્લ્ડ વાઈડ પોપ્યુલર ૨૦૨૩ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રતિયોગિતા વિદેશમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે યોજવામાં આવી હતી. જેમાં ભારતીય વેશભૂષા, જેમ કે ચણિયાચોળી, સાડી વગેરે પહેરી ભઆરતીય યુવતિઓ તેમજ મહિલાઓએ ભાગ લીધા ેહતો. આ પ્રતિયોગિતામાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોએ ભાગ લીધો હતો.
અમેરિકામાં ભારતીય સંગીતના તાલે યોજાયેલા આ વિશેષ ફેશન શોમાં આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના નાનકડા વત્રા ગામની દીકરીએ ભાગ લીધો હતો તેમજ પોતાના ભારતીય પહેરવેશ થકી ભારતીય સંસ્કૃતિ વિદેશીઓ સમક્ષ પ્રસ્તુત કરી હતી.
આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર ભારતીય સહિત વિદેશી સ્પર્ધકો માટે વિવિધ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ખંભાતના વત્રા ગામના ડો. કોમલ પટેલે પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમે વિજેતા બની બે બે વખત તાજ મેળવી પોતાના નાનકડા ગામનું નામ સાત સમુંદર પાર અમેરિકામાં રોશન કર્યું હતું.
વિદેશમાં વિજેતા થયેલી વત્રા ગામની દીકરી ડો. કોમલ પટેલ એ ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવવા સહિત દેશનું નામ રોશન કરતાં પ્રિવાર સહિત સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી ઉઠી છે.