Western Times News

Gujarati News

ટ્રેલર સાથે ગાડી અથડાતાં 12 માસના બાળક સહિત પાંચના મોત

ખાટૂ શ્યામના દર્શને જઈ રહેલા એક જ પરિવારના માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત

(એજન્સી)જયપુર, જયપુર-દોસા નેશનલ હાઈવે પર રવિવારે વહેલી સવારે એક ભીષણ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. આ દુર્ઘટના મનોહરપુર નજીક નેકાવાલા ટોલ પ્લાઝા નજીક ઘટી હતી. જ્યાં એક કાર અને ટ્રેલર સામ-સામે અથડાયા હતા.

મૃતકોમાં એક ૧૨ માસનું બાળક અને બે મહિલાઓ સામેલ છે. તમામ મૃતક એક જ પરિવારના છે. તેઓ ખાટૂ શ્યામ મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતાં.

આ અકસ્માત એટલો ભયાવહ હતો, કારનો કચ્ચરઘાણ થયો હતો. કારમાં ફસાયેલા બે ઘાયલોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતાં. આ અકસ્માત ઓવરટેકના કારણે સર્જાયો હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. એક વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં કાર ટ્રેલરમાં ઘૂસી હતી.

આ દુઃખદ ઘટના બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. સૂચના મળતાં જ સ્થાનિક પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ ભયાનક અકસ્માતમાં મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. પરંતુ પોલીસનું કહેવું છે કે, તે તમામ એક જ પરિવારના સભ્ય હતાં. તેઓ ખાટૂ શ્યામ દર્શન કરવા જઈ રહ્યા હતાં. આ ર્હદયદ્રાવક ઘટનાથી આખા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેલરને જપ્ત કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.