હાઈવે પરથી 1 કરોડની લૂંટ કરનારા 68 લાખ સાથે ત્રણ પકડાયાઃ 5 હજુ બાકી
ખેડા નજીક રૂ.એક કરોડની લુંટનો ભેદ ખૂલ્યો -રૂ. ૬૮.૦૩ લાખની રોકડ સાથે ગેંગના ત્રણ પકડાયા-પાંચ વોન્ટેડ જેને પકડવા પોલીસ કામે લાગી
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પર બેટરી લાટ ઓવરબ્રિજ પર ચાર દિવસ પહેલા રીક્ષા ચાલકને માર મારી થયેલ રૂપિયા એક કરોડની લૂંટના ગુનામાં સંડોવાયેલ લૂંટારૂ ગેંગના ત્રણ ને રોકડા રૂપિયા ૬૮.૦૩ લાખ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે પાંચ આરોપી પોલીસના હાથમાં આવ્યા નથી જેની શોધ ચાલે છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ સુભાષ બ્રિજ ખાતે દશા માતાના મંદિર સામે આવેલ કંકુમાની ચાલીમાં રહેતા હસમુખભાઇ ઉર્ફે છોટુ રાજુભાઈ બાબુભાઈ ડાભી ઉ.વ.૨૬ ગત તારીખ ૨૦ જાન્યુઆરીના રોજ રીક્ષા નંબર ય્ત્ન ૨૭ ્છ ૨૮૪૫ લઈ અમદાવાદ માધુપુરા એપી.એમ.સી ખાતે ઓફિસ શરૂ કરી અનાજનો જથ્થાબંધ ધંધો કરતા મિત્ર જોગશે ઉર્ફે મેહુલભાઇ બોડાણા ના કરમચારી ધોળકાના રાહીદ સૈયદ પાસેથી લેવાના રૂપિયા એક કરોડ લેવા નડિયાદ આવ્યો હતો
નડિયાદમાં આવેલ એક્સિસ બેન્કમાંથી રાહીદ સૈયદ એ પોતાના એકાઉન્ટમાંથી ઉપાડીને આપેલ રોકડા રૂપિયા એક કરોડ વિમલના થેલામાં મૂકી ચાલક હસમુખ ઉર્ફે છોટુ ડાભી રીક્ષા લઇ અમદાવાદ પરત જવા નીકળ્યો હતો આ સમયે તેની સાથે રિક્ષામાં રાહીદ સૈયદ અને પત્ની પણ બેઠા હતા અને પતિ પત્ની નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલ ખેડા ચોકડી પાસેના ધોળકા બ્રિજ નીચે રિક્ષામાંથી ઉતરી ગયા હતા
ત્યાર પછી રીક્ષા હાઇવે રોડ પર આવેલ બેટડી લાટ બ્રિજ પર પહોંચતા પાછળથી આવેલ એક સફેદ કલરની ઇકો કાર નંબર ઈકો કાર નંબર ય્ત્ન – ૧૩- ઝ્રડ્ઢ – ૨૫૫૫ માં સવાર ચાર લૂંટારૂ એ રીક્ષા ને આંતરી હતી તે સાથે ઇકો માં સવાર ચાર ઈસમો પૈકી નીચે ઉતરેલ બે ઈસમો એ ગુજરાતીમાં ખોટી ગાળો બોલી દારૂ પી રીક્ષા ચલાવે છે તેમ જણાવી રીક્ષા ચાલક હસમુખ ઉર્ફે છોટુ ડાભીને મોઢાના ભાગે ફેટો મારી ધમકી આપી રિક્ષામાં ભરેલ મિત્ર મેહુલ ઉર્ફે જોગેશ ને આપવાના રોકડા રૂપિયા એક કરોડ ભરેલ વિમલનો થેલો લુંટી આ બંને ઈસમો ઇકો કારમાં બેસી ગયા હતા. બાદ લૂંટારૂ ચંડાળ ચોકડી ઇકો કાર હાઇવે રોડ પર નારોલ અમદાવાદ તરફ પુરપાટ ભગાડી ફરાર થઈ ગઈ હતી.
ખેડા શહેર પોલીસે આ અંગે લૂંટનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો દરમિયાન આ ચક્કચારી લૂંટની ઘટ ના બનાવની ગંભીરતા ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા ગુના નો ભેદ ઉકેલવા માટે ખેડા એલસીબી પોલીસ અને એસઓજી પોલીસ સહિતની વિવિધ પાંચેક ટીમોની રચના કરવામાં આવી હતી
બાદ પોલીસની વિવિધ ટીમો દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મુજબ અને ભારત સરકારના તથા
ગુજરાત સરકાર ના ઇગુજકોપ પોર્ટલની મદદ તપાસનો સિલસિલો શરૂ કર્યો હતો તે દરમિયાન પોલીસ ને લુંટારૂ ગુનો આચારવા માટે જે ઇકો કારમાં આવી હતી તેના માલિકનું નામ સરનામું મળ્યું હતું જોકે ઇકોનો માલિક મળી ના મુકતા પોલીસે તેના સગા સબંધીઓની પૂછપરછ હાથ ધરી હતી સાથે પોલીસે ફરિયાદી હસમુખ ઉર્ફે છોટુ ને નડિયાદ બેંકમાંથી પોતાના ખાતામાંથી રૂપિયા એક કરોડ ઉપાડી આપી પછી ખેડા ચોકડી લગી રીક્ષામાં બેસી ને આવેલ મેહુલ ઉર્ફે જોગેશ બોડાણા ના કર્મચારીરાહિદ સૈયદ ની પણ સધન પુછપરછ હાથ ધરી હતી
આ દરમ્યાન પોલીસે મળેલ ચોક્કસ અને આધારભુત બાતમી આધારે ગઈકાલ તારીખ ૨૩ જાન્યુઆરીના રોજ રાતના ધોળકા રઢુ હાઇવે ઉપરથી આ ચકચારી લૂંટના ગુનામાં સંડોવાયેલ મુજીબ મકબુલ મલેક રહે. ધોળકા, ચાચાની હવેલી અને ઇલ્યાસ સાબીર મન્સુરી રહે. ધોળકા, લોધીના લીંમડા પાસે ડમારવાડ ને દાબોચ્યા હતા અને પોલીસે તેમની પાસેથી લૂંટેલ પૈકી રોકડા રૂપિયા ૬૮.૦૩ લાખ બે મોબાઈલ તેમજ સ્કૂટર રોહિત નો મુદ્દા માલ કબજે કર્યો હતો
બંનેની પોલીશ મથકે લાવી પોલીસે આગવી ઢબે હાથ ધરેલ પૂછપરછ માં આ લૂંટની ટીપ્સ મેહુલ ઉર્ફે જોગેશ બોડાણા ને ત્યાં નોકરી કરતા કર્મચારી રાહીદ રીયાઝ સૈયદ રહે ધોળકા એ આપી હોવાનો ખુલાસો થયો હતો જેથી પોલીસે રાહીદ સૈયદની પણ ધરપકડ કરી હતી સાથે પોલીસે લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર પણ કબજે કરી હતી.
તદુપરાંત પોલીસ પૂછપરછ માં આ લૂંટના ગુનામાં મુબસ્સીર ઉર્ફે રાજા મકબુલ મલેક રહે. ધોળકા શાહીદ ઉર્ફે હેદો સાબીર મન્સુરી રહે. ધોળકા, નિયામત ઉર્ફે ભુરો મહેલજ બશીર મલેક રહે. ધોળકા અને રાહીદ સૈયદની પત્ની સુજાન તેમજ એક અજાણ્યો ઈસમ પણ સંડોવાયો હોવાનો ખુલાસો થયો હતો સાથે સુજાન વીના અન્ય તમામ આરોપીઓ પર ધોળકા ધંધુકા તેમજ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના નોંધાયા હોવાનો પણ ખુલાસો થયો હતો
પોલીસ તપાસમાં ઝડપાયેલ મુજીબ મલેક આ ચકચારી લૂંટના ગુનાના મુખ્ય આરોપી મુશ્બીર ઉર્ફે રાજાનો સગો ભાઈ થાય છે અને તેણે લુટેલ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા જ્યારે ઝડપાયેલ ઇલ્યાસ સાબીર મન્સુરી લૂંટના ગુનાને અંજામ આપનાર શાહીદ ઉર્ફે હેદો નો સગો ભાઇ થાય છે અને તેણે પણ લુટેલ નાણા પૈકી અમુક નાણા પોતાની પાસે રાખ્યા હતા તેવો ખુલાસો થયો છે . દરમિયાન પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ ફરાર અન્ય પાંચ આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.