અનાથ આશ્રમના ભૂ.પૂ. સુપ્રીટેન્ડન્ટનો જન્મદિવસ અને સન્માન સમારંભ યોજાયો
(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી ૧૨૫ વર્ષ જૂની હિન્દુ અનાથ આશ્રમ , જેના પ્રમુખ તરીકે ભૂ.પૂ. કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ કાર્યરત છે. આ આશ્રમમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ખેડા સત્યાગ્રહની શરૂઆત કરી હતી.
તે આશ્રમમાં ૧૯૫૬ થી ૨૦૧૦ સુધી સુપ્રીન ટેન્ડન તરીકે મનુભાઈ સનાભાઈ પટેલ કાર્યરત હતા. તેમના કાર્યકાળ દરમિયાન અનાથ વિદ્યાર્થી ભાઈ- બહેનો ત્યાં રહી ને નૈતિક ,બૌદ્ધિક અને આધ્યાત્મિક જ્ઞાન મેળવતા, સુપ્રિટેન્ડેન્ટ તરીકે મનુભાઈ પટેલ હતા ત્યાં સુધી આશ્રમમાં રહેતા અનાથ દીકરા ,દીકરીઓ ના માતા- પિતા બન્યા હતા. આજે તેઓના ૯૦ વર્ષ પૂર્ણ કરી ૯૧ માં વર્ષમાં પ્રવેશતા ,
સમગ્ર ભારત ભર માં થી ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો આશ્રમમાં આવ્યા હતા અને, તેમના દ્વારા તેઓના જન્મદિન નિમિત્તે ઉજવણી અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સૌએ ભેગા મળી કેક કાપી તેઓનું સન્માન કરી ચરણસ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો વાસુદેવભાઈ દેસાઈ, સુરેન્દ્રભાઈ દેસાઈ, મનીષ દેસાઈ,
અમરીશભાઈ જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં સુનિલ શાહ ( તેજસ પ્રિન્ટવેલ), સનાભાઇ કે પટેલ, મનોજભાઈ પટેલ, યોગેશ શાહ, સ્નેહા પટેલ સહિત અન્ય વિદ્યાર્થીઓ જેહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમારંભ માં દીકરા દીકરીઓ સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ રહેતા હતા તેઓ ૨૦૦ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીં હાજર રહ્યા હતા.