ખેડામાં લશ્કરી ભરતી પૂર્વે તાલીમ વર્ગ શરૂ કરવા હેતુસર શારીરિક યોગ્યતા ચકાસણી કેમ્પનું આયોજન
ખેડા જિલ્લાનાં દેશદાઝ ધરાવતાં યુવાનો કે જેઓ ભવિષ્યમાં લશ્કરી ભરતીમેળામાં સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેકનીકલ, સોલજર કલાર્ક, તેમજ ટ્રેડમેન જેવી વિવિધ જગ્યાઓમાં જોડાવા ઇચ્છુક છે તેવા તમામ યોગ્ય લાયકાત ધરાવતાં માત્ર ખેડા જિલ્લાનો જ શારીરિક સશકત પુરૂષ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી,
નડિયાદ દ્વારા નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવા પૂર્વે શારીરિક યોગ્યતા ચકાસણી કેમ્પનું આયોજન તા. ૦૮/૦૭/૨૦૨૨ નાં રોજ એમ.આર.પી.ગ્રૂપ-૭ ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે સવારે ૬:૩૦ કલાકે કરવામાં આવેલ છે. જેનો મહત્તમ સંખ્યામાં લાભ લેવા અનુરોધ છે.
આ કેમ્પમાં જોડાવવા માટે નીચે મુજબની પાત્રતા હોવી અનિવાર્ય છે. જેની ખાસ નોંધ લેવી તામીલ વર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો તેમના પ્રમાણપત્ર માર્કશીટની એક નકલ આધારકાર્ડ તેમજ એક પાસપોર્ટ ફોટો ગ્રાફ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવું.
તાલીમવર્ગ અંદાજીત તા.૧૧/૦૭/૨૦૨૨થી શરૂ થનાર છે. જિલ્લા યોગ્ય શારીરિક લાયકાત ધરાવતા તેમજ તબીબી રીતે સશક્ત પુરુષ ઉમેદવારોની પસંદગી માટે પ્રિસ્કુટીની કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે
અને આ તબીબી પરીક્ષણમાં યોગ્ય ઠરાવેલ ઉમેદવારોને જ નિવાસી તાલીમ પૂરી પાડવામાં આવે છે. શારિરીક તથા અન્ય યોગ્યતા. (૧) ઉમેદવારોને નીચે મુજબની લાયકાતની ચકાસણી કરવામાં આવે છે.
(૧) સાડા સત્તર વર્ષથી વીસ વર્ષ (તા.૦૭-૦૭-૧૯૯૯ થી તા.૦૭-૦૧-૨૦૦૫ની વચ્ચે જન્મેલ), ૭૭ સે.મી. ફુલાવ્યા વિના ૮૨ સે.મી. ફુલાવ્યા વિના, ૫૦ કિ.ગ્રા., ૧૬૮ સે.મી., ઓછામાં ઓછુ ધો.૧૦ પાસ (૪૫ ટકા થી વધારે) અને (૨) (તા.૦૭-૦૭-૧૯૯૯ થી તા.૦૭-૦૧-૨૦૦૫ની વચ્ચે જન્મેલ), ૭૭ સે.મી. ફુલાવ્યા વિના ૮૨ સે.મી. ફુલાવ્યા વિના, ૫૦ કિ.ગ્રા., ૧૬૮ સે.મી., ધો.૧૨ પાસ (૫૦ ટકા થી વધારે) હોવું જોઈએ.
(૨) સૌ પ્રથમ ઉમેદવારોને ૧૦૦૦ મીટર ની દોડ ૫ મિનિટ અને ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય છે. દોડમાં સફળ થયેલા તમામ ઉમેદવારોની છાતી, વજન અને ઉંચાઇની ચકાસણી કરવામાં આવે છે. શારિરીક માપદંડમાં સફળ થયેલ ઉમેદવારોને ૧૦ પુલ અપ્સ કરાવવામાં આવે છે.
આ તમામ શારીરિક ચકાસણીમાં પાસ થયેલ ઉમેદવારોને સૌપ્રથમ ૩૦ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન તાલીમના સ્થળે ફરજીયાત રહેવાનું રહેશે. રહેવાનું તેમજ સવારના સમયનું દૂધ, નાસ્તો, બપોરનું તેમજ સાંજનું ભોજન નિ:શુલ્ક પરુ પાડવામાં આવશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.