મુખ્યમંત્રીએ ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો

નડિયાદમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પદાધિકારીઓની ટિફિન બેઠકમાં ભાગ લીધો હતો. અને સૌને ઊર્જાસભર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
અને સૌ સાથે પદાધિકારીઓ સાથે ભોજન લીધું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી , કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ,જિલ્લા પ્રભારી અને
પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા, ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ – પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મંડળોના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)