ખેડામાં ૫૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ યથાવત રાખતા આરોગ્યની સેવાઓ મંદ પડી
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લા આરોગ્ય વિભાગના ૫૦૦ થી વધુ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓના મુદ્દે છેલ્લા ૩૦ દિવસથી અચોક્કસ મુદત ની હડતાલમાં જાેડાયા છે આ હડતાલ આવનાર સમયમાં પણ ચાલુ રહેશે તે બાબતનું તેમણે આજે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર રૂપી જાણ કરી છે આરોગ્યની ઘણી ઘણી કામગીરી આ હડતાલના કારણે મંદ પડી ગઈ છે.
ખેડા જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ દ્રારા આરોગ્ય કર્મચારીઓની પડતર પ્રશ્નો બાબતે છેલ્લા ૩૦ દિવસથી ચાલુ રહેલી હડતાલ આવનાર દિવસમાં પણ હડતાલ યથાવત રહેશે તે બાબતની જાણ કરતું આવેદનપત્ર કલેક્ટર , ડીડીઓ વગેરે આજે આપ્યું છે
આ હડતાલના પગલે ખેડા જિલ્લામાં મમતા દિવસ બાળકો અને સગર્ભા માતા રસીકરણ આરોગ્ય તપાસ., ટીબી શંકાસ્પદ કેસ તપાસ – સારવાર, કોવિડ રસી પ્રિકોશન ડોઝ કામગીરી, (વાહકજન્ય રોગ) મેલેરિયા -ડેન્ગ્યુ સર્વે, પોરાનાશક કામગરી, હાલમાં મંદ પડી ગઈ છે આરોગ્ય વિભાગની વૈકલ્પિક વ્યવસ્થા અસરકારક ના હોવાનું પણ પ્રજા આક્ષેપ કરે છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં આ મુજબ છે(૧) પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ મ.પ.હે.વ., ફિ.હે.વ., મ.પ.હે.સુ., ફિ.હે.સુ. ટેકનીકલ કૌશલ્ય ધરાવતી ટેકનીકલ ગણી સંવર્ગ ગણવા અંગેની વર્ષ ૨૦૦૧ની આરોગ્ય સમિતી અન્વયે ટેકનીકલ સંવર્ગમાં સમાવેશ કરી પગાર વિસંગતતા દુર કરવા બાબત.
(૨) ઉપરોક્ત ચાર કેડરના આરોગ્ય કર્મચારીઓએ જાહેર રજા તથા રવિવારના દિવસે બજાવેલ ફરજનો જયારે અમોએ રજુઆત કરી હતી. ત્યારે ૯૮ દિવસ થતાં હતાં, પરંતુ હાલ ગણત્રી અને લીસ્ટ મુજબ ૧૩૦ દિવસ રજા પગાર અને કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થુ આપવા બાબત. (૩) આરોગ્ય કર્મચારીઓને ૮ કિ.મી. નીચેની ફેરણીનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ ક્ષેત્રીય ભથ્થુ આપવા બાબત. (જેમાં ૮ કિ.મી.ની ત્રિજ્યા રદ કરવા બાબત)