ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્તરસંડા ગ્રાઉન્ડ પર પ્રારંભ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૨ નું ઉદ્ઘાટન આજે નડિયાદ તાલુકાના ઉતરસંડા નજીક આવેલ ગ્રાઉન્ડમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બી.આર.બાજબાઇ એ કર્યું હતું ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ જવાનોમાં પણ રમત-ગમતના કૌશલ્ય ખીલે તેમજ ફિટનેસ વધે તેમાં ઉમદા હેતુસર હાલમાં ખેડા જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવ્યું હતું તેના નોડલ અધિકારી તરીકે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બી.આર બાજબાઈ ને રાખવામાં આવ્યા હતા.
જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન ,નડિયાદ પશ્ચિમ ,નડિયાદ રૂરલ, ચકલાસી, ડાકોર, મહુધા ,કપડવંજ ,ખેડા ,માતર સેવાલિયા વિવિધ મળી ૨૩ પોલીસ સ્ટેશનની ટીમો આ ખેડા જિલ્લા પોલીસ કિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી છે નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ના ક્રિકેટ ગ્રાઉન્ડ પર સવારે ૮ઃ૩૦ કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમના તમામ ટીમો હાજર રહી હતી.
ઉતરસંડા ગામના સરપંચ ઈશિતભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા શરૂઆતમાં ડાકોર અને વસો પોલીસ સ્ટેશન ની ટીમ મેદાનમાં ઉતરી હતી ૧૨ ઓવરની આ મેચ રમાઈ હતી સેેમી ફાઇનલ તેમજ ફાઇનલ ક્રિકેટ મેચ ૧૬ ઓવર ની રહેશે વિજેતા ટીમને એસપી ટ્રોફી એનાયત કરવામાં આવશે તારીખ ૨૯રૂ૧૨રૂ૨૦૨૨ ના રોજ આ ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ રમાશે