Western Times News

Gujarati News

ખેડા જિલ્લા ક્વોરી આૅનર્સ એસોસિએશને પડતર પ્રશ્નો સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપ્યું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) રાજ્યમાં લગભગ ૨૨૦૦થી વધુ ક્વોરી ઉદ્યોગકારો અચોક્કસ મુદતની હડતાળ પર હોવાથી રોયલ્ટી સહિત આર એન્ડ બી, બિલ્ડર્સના કામોમાં અસર જોવા મળી રહી છે. આજે હડતાળના ત્રીજા દિવસે ખેડા જિલ્લા ક્વોરી આૅનર્સ એસોસિએશને નડિયાદ ખાતે આવી આવેદનપત્ર આપ્યું છે. અંદાજીત જિલ્લાના ૫૦થી વધુ ક્વોરી ઉદ્યોગકારો કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, ક્વોરી ઉધોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવેલ નથી. હાલમાં પર્યાવરણીય મંજુરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત ૬૦%થી વધુ ખાણોનાં રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગ ને બંધ કરવામાં આવેલ છે.

જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી ડ્ઢઈૈંછછ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ તમામ ઈઝ્ર રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી દ્વારા કાર્યવાહી આગામી ૨૬ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ નહિં થાય તો, લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરીલીઝનું બંધ થનાર છે.

ક્વોરી ઉધોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેકટ્રેપ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા અગાઉ વારંવાર રજુઆત કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી હકારાત્મક નિકાલ આવેલ નથી. અગાઉ વર્ષ ૨૦૧૧, ૨૦૧૬, ૨૦૧૮ અને એ બાદ ૨૦૨૨માં સરકાર દ્વારા કમિશ્નરની સહી થી લેખિતમાં બાંહેધરી આપવામાં આવેલ હતી પરંતુ ૨ વર્ષ થી વધુનો સમય થયો હોવા છતાં આજ દિન સુધી કોઇ નિરાકરણ આવેલ નથી.

૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ની ગુજરાત બ્લેક સ્ટોન કવોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની જનરલ મીટીંગમો ઠરાવ્યા મુજબ આ બંધ થયેલ ગુજરાત ભરની તમામ કવોરી લીઝ ચાલુ ન થાય ત્યાં સુધી તેમના સમર્થનમાં અને ગૌણ ખનીજમાં ઇ.સી. રદ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ૨ ઓક્ટોબરથી તમામ ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડેલ છે.

ગુજરાતનો ક્વોરી ઉધોગ રોયલ્ટી ઉપરાંત જી.એસ.ટી.,ઈન્કમટેક્ષની સ્થાયી આવક સરકારને આપે છે. ઈન્ફાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં પાયાની જરૂરિયાત પુરી કરે છે. રોજગારી તેમજ ટ્રાન્સપોર્ટની મહત્તમ તકો ઉભી કરે છે.

પ્રધાન મંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજનામાં નિયમિત યોગદાન છે. જેના થકી આગામી સમયમાં ક્વોરી ઉધોગ સાથે સંકળાયેલ કામદારોની રોજગારીની જવાબદારી, સંકળાયેલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની તથા નાના મોટા અન્ય ઉદ્યોગોની આર્થિક નુકશાન અંગે સરકારની જવાબદારી રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.