Western Times News

Gujarati News

ખેડાના કઠવાડામાં ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું

(એજન્સી)ખેડા, ખેડાના કઠવાડામાં ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું છે. લાઈસન્સ વગર ચાલતા ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું છે. ખેડાના કઠવાડા ગામમાં ભાડાના મકાનમાં લાયસન્સ વગર ચાલતા ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ચાલતું હતું, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

૪ શખ્સો માર્કેટના એડવાઈઝર એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી મોટી સંખ્યામાં નાણાં મેળવી છેતરપિંડી આચરતા હોવાનું ખુલ્યું છે. નડિયાદ એલસીબી પોલીસે ખેડાના કઠવાડા ગામેથી લાયસન્સ વગર ધમધમતું ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપ્યંડ છે. ૪ વ્યક્તિએ એજન્ટ હોવાની ખોટી ઓળખ આપીને મોટી સંખ્યામાં લોકો પાસેથી નાણા મેળવીને છેતરપિંડી આચરી છે.

પોલીસે પર્દાફાશ કરતા ૧૩ નંગ મોબાઈલ, ૧ એક્ટીવા સહિત ૯૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ૪ ઈસમો કેતન ઉર્ફે લાલો ભીખાજી ઠાકોર (રહે.વેજલપુર, અમદાવાદ), સાહિલ લલિત સોલંકી (રહે.વેજલપુર, અમદાવાદ), ધવલ નરેશ જાદવ (રહે.મલેકપુર, મહેસાણા) નીકુલ ચંદુજી ઠાકોરની (રહે.મલેકપુર, મહેસાણા) સામે કાર્યવાહી કરવામાં આવી છે. ન્ઝ્રમ્ પોલીસે આ ચારેય શખ્સો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.