ખેડા LCBએ ઘરફોડ – ચોરીના ગુન્હાના આરોપીઓને ઝડપી પાડ્યા
કઠલાલ પો.સ્ટે વિસ્તારમાં બનેલ “ ઘરફોડ – ચોરીના ગુન્હાના આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢી ” ગુનાનો ભેદ ઉકેલી “ ૨ આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા
ગત તા . ૧૬-૧૭ / ૦૪ / ૨૦૨૨ ની રાત્રી દરમ્યાન અજાણ્યા ચોર ઇસમોએ કઠલાલ પો.સ્ટે . હદના પીઠાઇ , લાલજીનગર , તળાવની પાળી ખાતે રહેતા જોરૂભાઇ ગગજીભાઇ ભરવાડનાઓના ઘરે ધાડપાડુઓએ રાતના સુમારે ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરમાં મુકેલ સોના – ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ .
જે બાબતે કઠલાલ પો.સ્ટે પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૧૨૦૪૦૨૭૨૨૦૧૫૩ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ . ઘરફોડ , ચોરી જેવા ગંભીર પ્રકારના મિલકત સબંધી ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ ગુનો તાત્કાલીક શોધી કાઢી ગુનામાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ઝડપી પાડવા સારૂ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ , અમદાવાદ નાઓએ સુચના આપેલ .
જે સુચનાની અમલવારીના ભાગરૂપે પોલીસ અધીક્ષક ખેડા નડીયાદનાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ખેડા – નડીયાદની ટીમ દ્વારા સદર ગુનો શોધી કાઢવા પ્રયત્નોના ભાગરૂપે સી.સી.ટી.વી.ફુટેજ , તથા ટેકનીકલ ટીમને સતત કાર્યરત રાખી ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ આધારે તપાસ ચાલુ રાખી બાતમી હકિકત મેળવી આ.હે.કો કનકસિંહ , પ્રદિપસિંહ નાઓએ કરેલ ગુન્હા સંશોધનની કામગીરી દરમ્યાન ચોક્કસ વિગતો તૈયાર કરી ,
સદર ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ ( ૧ ) અસ્લમખાન ઉર્ફે ભયલુ જાફરખાન પઠાણ ઉ.વ -૨૭ રહે.ધોળકા , ગધેમાર ફળીયુ તા.ધોળકા જી.અમદાવાદ ( ૨ ) સીસદ્દીકશા ઉર્ફે સીદલો અહેમદશાં ફકીર ( દિવાન ) ઉ.વ -૨૧ રહે.પીઠાઇ , મસ્જીદ પાસે , મોટો મહોલ્લો તા.કઠલાલ જી.ખેડા નાઓને ચોરી કરેલ મુદામાલ સાથે
તા . ૨૪/૦૭/૨૦૨૨ ના રોજ ડભાણ , નડીયાદ ખાતેથી ઝડપી પાડી સી.આર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ડી , ૧૦૨ મુજબ પકડી અટક કરેલ . સદરી આરોપીઓની પુછપરછ દરમ્યાન ઉક્ત બંન્ને આરોપીઓ તથા હાલ બીજા અન્ય ગુનામાં જેલવાસમાં હોય તેઓએ સાથે મળીને આગોતરૂ આયોજન કરીને ધોળકાથી કઠલાલ આવીને રાત્રીના સમયે ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી ઉક્ત ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત કરતા હોય વધુ
તપાસ અર્થે કઠલાલ પો.સ્ટે . જાણ કરી નડીયાદ રૂરલ પો.સ્ટે . ખાતે સોંપવામાં આવેલ છે . ( ૧ ) ધરપકડ કરાયેલ આરોપીની વિગતઃ
( ૧ ) અસ્લમખાન ઉર્ફે ભયલું જાફરખાન પઠાણ ઉ.વ -૨૭ રહે.ધોળકા , ગધેમાર ફળીયુ તા.ધોળકા જી.અમદાવાદ ( ૨ ) સીસદ્દીકશા ઉર્ફે સીદલો અહેમદશાં ફકીર ( દિવાન ) ઉ.વ -૨૧ રહે.પીઠાઇ , મસ્જીદ પાસે , મોટો મહોલ્લો તા.કઠલાલ જી.ખેડા
( ૨ ) ધરપકડ કરાયેલ આરોપીનો પુર્વ ગુનાહીત ઇતીહાસ- ( સોર્સ માધ્યમ- ઇગુજકોપ ) અસ્લમખાન ઉર્ફે ભયલુ જાફરખાન પઠાણનાનો મહેસાણા જીલ્લાના બેહચરાજી પો.સ્ટે . ગુ.ર.નં. એ . પાર્ટ ૧૧૨૦૬૦૦૮૨૨૦૧૮૦/૨૦૨૨ ઇ.પી.કો ૩૭૯,૧૧૪ મુજબના ગુનામાં પકડાયેલ છે
કબ્જે કરેલ મુદ્દામાલઃ ( ૧ ) ચાદીના કુલ ૯૬૭ ગ્રામ ૮૦૦ મી.લી ગ્રામના ઘરેણા કુલ કિ.રૂ .૩૪,૭૯૦ / ( ૨ ) સી , એન.જી રિક્ષા નંબર – જી.જે.૩૮.ડબલ્યુ – પરર ૩ જે રિક્ષાની કિ.રૂા . ૭૦,૦૦૦ / ( ૩ ) એક મોબાઇલ ફોન કિં.રૂા .૫,૦૦૦ / ( ૪ ) રોકડા રૂા .૩૭૦ / કુલ્લે મુદ્દામાલ રૂપીયા- ૧,૧૦,૧૬૦૮