ખેડા પોલીસ અત્યંત આધુનીક બોડી વોર્ન કેમેરાથી બની સજ્જ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ સાથે ઘર્ષણ કરતા હોવ તો ચેતી જજાે . કેટલાક અસામાજીક તત્વો દ્રારા ફરજ પરના પોલીસ સાથે ઘર્ષણ કરવાના બનાવો બનતા હતા જે અસામાજીક તત્વો પુરાવાના અભાવે પોલીસને હાથતાળી આપી કાયદામાંથી છટકી જતા હોય
આવા અસામાજીક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે ખેડા જીલ્લા પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ થઇ છે . ખેડા જીલ્લા પોલીસ આધુનિકરણ થી જાેડાઇ અને કામગીરીને પારદર્શીત અને પ્રમાણીક બનાવે તે હેતુથી સરકારશ્રી તરફથી અત્રેના ખેડા જીલ્લાને કુલ -૧૬૦ વિવિધ પ્રકારના બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવેલ છે .
જેથી હવેથી પોલીસ ટ્રાફીક નિયમન તેમજ બંદોબસ્તની ફરજ દરમ્યાન બોડી વોર્ન કેમેરા સાથે નજરે પડશે . અને આ બોડી વોર્ન કેમેરાથી લાઇવ રેકોર્ડીંગ થતુ હોય પોલીસ સાથે ખોટી રીતે ઘર્ષણમાં ઉતરનાર નાગરીકો પર સીધી રોક લાગવા સાથે પોલીસ પણ સજાગતાથી પોતાની ફરજાે બજાવશે .
જેથી પોલીસ અને પ્રજાના વર્તનમાં અસરકારક ફેરફારની સાથો – સાથ બંન્ને વચ્ચેના સંબધો પણ વિકસશે . અને આ બોડી વોર્ન કેમેરાથી લાઇવ રેકોર્ડીંગ થતુ હોય રાજ્ય સ્તરે સી.એમ.ડેશબોર્ડ તથા “ ત્રિનેત્ર ” ( કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ) ગાંધીનગર ખાતેથી તથા અત્રેના ખેડા – નડીયાદ જીલ્લા ખાતેના ‘ ‘ નેત્રમ ’ ’
( કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ) ખાતેથી સઘન મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે . જેથી મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ પણ સમયે લાઇવ મોનીટરીંગ કરી રાજ્યના કોઇ પણ વિસ્તારના બોડી વોર્ન કેમેરા નિહાળી શકશે .