ખેડાના જિલ્લા પ્રમુખ કોંગ્રેસમાથી રાજીનામું આપી ભાજપમાં જાેડાયા

ગાંધીનગર, ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ખેડા જિલ્લાના પ્રવર્તમાન કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલા તેમના ખેડા જિલ્લાના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ,જિલ્લા પંચાયતના સભ્ય નાગપાલસિંહ ઠાકોર,જાણીતા આગેવાન અને
સામાજીક કાર્યકર અરવિંદભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિલિપસિંહ ચૌહાણ તેમજ પુર્વ ચેરમેન કે.ડી.સી.સી ધીરુભાઇ ચાવડા સહિત મધ્યગુજરાતના કોંગ્રેસના આગેવાનો તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા.
ધીરુભાઇ ચાવડાએ જણાવ્યું કે, દેશના વિકાસ માટે જે રાજકીય પાર્ટી કામ કરી રહી છે તેમાં આજે જાેડાયો છું. પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ મને પ્રેમ પુર્વક આવકાર્યો. આજે દેશના યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં વધુ વિશ્વાસ રાખે છે.
આજે ૩૫ વર્ષી સુધી યુવાનોને કોંગ્રેસ શું છે તે ખબર જ નથી તેમના મગજમાં માત્ર ભાજપ જ છે. ખેડા જિલ્લા પુર્વ કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલાએ જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની કામ કરવાની શૈલીથી પ્રેરાઇ આજે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયો છું.
પુર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં જે કામો પહેલા વર્ષોથી નહોતા થયા તે કામો દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ખુબ સારુ કામ કરી રહ્યા છે. દરેક ક્ષેત્રે ખૂબ સારા કામ થઇ રહ્યા છે. ભાજપ સરકારની કામગીરીથી તમામ વર્ગો ખૂશ છે. આવનાર સમયમાં સૌ સાથે મળી ગુજરાત અને દેશની જનતાની સેવા કરવા સાથે મળીને કામ કરીશું.
આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયા, પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ભાર્ગવભાઇ ભટ્ટ, કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, રાજયમંત્રી અર્જૂનસિંહ ચૌહાણ, વિઘાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ, ખેડા જિલ્લા પ્રમુખ સહિતના પ્રદેશના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.