કાર ચાલકે કાબુ ગુમાવતા ગાડી ખાડામાં પડીઃ 5 ઘાયલ

ખેડબ્રહ્માના જગમેર કંપા પાસે કાર અકસ્માતમાં પાંચ ઘાયલ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરના પાસે જગમેર કંપા પાટિયા પાસે આવેલ પેટ્રોલ પાસે એક કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કે કોઈ અન્ય કારણસર તેમની કારને અકસ્માત થતા કારના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. અને અંદર બેસેલ ૧- દિનેશભાઈ ગોરધનભાઈ પટેલ
ઉ.વ.આશરે ૫૮., ૨- રાકેશ ઠાકોરભાઈ અમીન ઉ.વ.આશરે ૫૯, ૩- ચેતન કેશાભાઈ અમીન ઉ.વ.આશરે ૬૪.,૪- પૂનમભાઈ જયંતીભાઈ પંચાલ ઉ.વ. આશરે ૬૦, તથા ૫- ઘનશ્યામભાઈ ઇશ્વરભાઇ અમીન ઉ.વ. આશરે ૫૮ .
તમામ રહેવાસી દહેગામ જીલ્લો ગાંધીનગર વાળાઓ ને શારીરિક ઇજાઓ થતાં લોકોએ તેમને ૧૦૮ બોલાવી ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલે મોકલી આપ્યા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે તેમને હિંમતનગર સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. તથા ખેડબ્રહ્મા સિવિલના ડોક્ટર દ્વારા ખેડબ્રહ્મા પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી.