ખેડબ્રહ્મા સમસ્ત જૈન સમાજ દ્વારા સમ્મેદ શિખર તથા પાલીતાણા પ્રશ્ને અધિકારીને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ)ખેડબ્રહમા, ઝારખંડમાં આવેલ ગિરિહીડ જીલ્લાના પારસનાથ પહાડને ત્યાંની હેમંત સોરેન સરકાર દ્વારા પ્રવાસન સ્થળ જાહેર કરતાં ત્યાં આવેલ જૈન સમાજના સંમેદ શિખર તીર્થ ને કારણે તથા શેત્રુંજ્ય મહાતીર્થ પાલીતાણા જૈન મંદિર આસપાસ કેટલાક અસામાજીક તત્વો દ્વારા આ પવિત્ર તીર્થ ની ગરીમાને ખંડીત કરે તેવી નિન્દનીય પ્રવ્રુત્તિઓ થઈ રહી છે. સમગ્ર ભારતનો જૈન સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે.
કારણ કે પ્રવાસન સ્થળ જાહેર કરાતાં ત્યાં ફાઇસટાર હોટલો વિગેરે શરૂ થાય તો ત્યાં દારૂ તથા અન્ય પ્રવૃત્તિઓ ફૂલેફાલે જે અહિંસક સહિષ્ણુ જૈન સમાજ સાખી શકે નહીં. તે માટે ભારતના તમામ રાજ્યોના જૈનો આનો વિરોધ કરે છે. રાજસ્થાનમાં પણ ૭૨ વર્ષીય જૈન મુની સુગ્નેય સાગરે આમરણ અનશન કરી તેમના પ્રાણની આહુતિ આપેલ છે.
આજ પ્રશ્ને ખેડબ્રહ્મા સમસ્ત જૈન સમાજ દ્વારા તારીખ ૪- ૧ -૨૩ ને બુધવારના રોજ સવારે ૧૦ઃ૩૦ વાગે ખેડબ્રહ્માના જૈન મંદિરેથી ખૂબ જ મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ બહેનોએ સફેદ કપડાં ધારણ કરી શહેરના મુખ્ય માર્ગ પર રેલી સ્વરૂપે ફરી ખેડબ્રહ્મા પ્રાંત ઓફિસમાં જઈને પ્રાંત અધિકારી શ્રી એચ યુ શાહ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્માના ડૉ.પરેશભાઈ મહેતા, દીપકભાઈ દેરોલ જૈન મંદિર, શૈલેષપી મહેતા, મનીષભાઈ સુમતિભાઈ કોઠારી, દીપકભાઈ મહેતા, પારસભાઈ ગાંધી, હિરેનભાઈ શાહ, જશવંતભાઈ કોઠારી, શીતલમલ જૈન, મનોજભાઈ દેરોલ વાળા વિગેરે હાજર રહ્યા હતા.