ખેડબ્રહ્માઃ શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે શ્રેષ્ઠ વિદ્યાર્થી શ્રેષ્ઠ વર્ગ સન્માન કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં આવેલ શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ વર્ગ, શ્રેષ્ઠ વિદ્યાર્થી, તેજસ્વી તારલાઓનું સન્માન અને ધોરણ આઠ વિદાય શુભેચ્છા સમારંભ નિકુંજ માર્કેટિંગ ના ઓનર નિકુંજભાઈ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત મંગળમય પ્રાર્થનાથી શરૂ કરવામાં આવ્યો. ઉપસ્થિત મહેમાનોનું શ્રી જ્યોતિ વિદ્યાલય ની બાળાઓ દ્વારા સ્વાગત ગીત થી સ્વાગત કરવામાં આવ્યું.
ઉપસ્થિત મહેમાનોનું જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈએ શાબ્દિક સ્વાગત સાથે મહેમાનોનું સન્માન કરી કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી.
ધોરણ છ થી આઠ માં વર્ષ દરમિયાન શાળામાં નિયમિતતા, હોમવર્કમાં નિયમિતતા, શાળામાં તમામ વિદ્યાર્થી ગણ સાથે વાણી વ્યવહાર અને વર્તનમાં વિવેક, નિયમિત હોમવર્ક, સહ અભ્યાસ પ્રવૃત્તિઓમા પહેલ સાથે ગુરુજી ઓનું સન્માન જળવાય સાથે ઈતર પરીક્ષાઓમાં સહભાગી સાથે શ્રેષ્ઠ વિદ્યાર્થીના માપદંડોમાં જે વિદ્યાર્થી સફળ રહ્યા તેમને શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેનું અને એવા જ માપદંડો વર્ગખંડો માટે હતા
જેમાં જે વર્ગ ઉપરોક્ત તમામ માપદંડોમાં સફળ રહ્યો તે વર્ગને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી ઉપસ્થિત મુખ્ય મહેમાન નિકુંજ ચૌહાણ અને અતિથિ વિશેષ ડો. શૈલેષભાઈ પટેલ, ડો. દુષ્યંત ભાઈ ના વરદ હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તેજસ્વી તારલાઓને જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલ, સી.આર.સી પ્રફુલભાઈ પ્રજાપતિ, ડો. દુષ્યંતભાઈ દરજી, સ્ટેશન પ્રા શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ તથા બાબુભાઇ દ્વારા ઇનામો આપી બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યા.
ત્યારબાદ કંકુ-તિલક કરી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વર્ગના વિદ્યાર્થીઓ અને તેજસ્વી તારલાઓને આશિવાદ આપ્યા હતા. મુખ્ય મહેમાન નિકુંજભાઈ ચૌહાણે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વર્ગને તેમજ તેજસ્વી તારલાઓને તેમના તરફથી શિલ્ડ આપી સન્માનિત કર્યા.
ડોક્ટર શૈલેષભાઈ પટેલે બાળકો ને પોતાના રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તેમજ આ હરીફાઈ યુગમાં કોમ્પિટિટિવ એક્ઝામ માં ઉત્તીર્ણ થવા માટે ભાર મૂક્યો હતો. મુખ્ય મહેમાન નિકુંજભાઈ ચૌહાણ દ્વારા શાળાના તમામ બાળકોને નાનો કંપાસ સેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય ધીરુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફ મિત્રો ના સાથ સહકાર થકી કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ થયો હતો.
કાર્યક્રમના અંતે એમ.બી ઉપાધ્યાયે ઉપસ્થિત મહેમાનોને આ કાર્યક્રમમાં હાજર રહેવા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન એમ.જે. ગોતીયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્ય સુરેશભાઈ પટેલે અને ધીરુભાઈ પરમારે દરેક સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.