ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશા બહેનોનું સંમેલન યોજાયું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તારીખ ૨૦-૧-૨૩ ના રોજ માનનીય સી ડી એચ ઓ ડૉ. રાજ સુતરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કે. એમ. ડાભી સાહેબ અને અશ્વિન ગઢવી અધિક્ષક જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા તાલુકાની તમામ આશા બહેનોનું સંમેલન યોજાયું. જેમાં આશા બહેનોને આરોગ્યના વિવિધ પ્રોગ્રામો સંબંધી જાણકારી આપવામાં આવી જેમ કે સગર્ભા માતાની સેવાઓ, નવજાત શિશુ સંભાળ તથા પોષણ, મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને સમયસર કાર્ડ મળે તેવી સેવાઓ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
શ્રેષ્ઠ કામગીરી કરેલ આશા બહેનોને ઇનામ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું સંમેલનમાં આશા બહેનોને જ્ઞાન સાથે રમતો ગરબા ક્વિઝ જેવા કાર્યક્રમ સાથે સંમેલનનું સમાપન કરવામાં આવ્યું.