ખેડબ્રહ્મા આદિનાથ જીનાલયમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં આવેલ આદિનાથ જીનાલયમાં તારીખ ૨૩- ૫- ૨૦૨૪ ગુરુવારને વૈશાખ સુદ પુનમના શુભ દિવસે મહેતા કાંતાબેન અમૃતલાલ પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
સવારે ૯ઃ૧૫ કલાકે હોમ?હવન તથા સવારે ૧૧ઃ૦૦ કલાકે સ્વામી વાત્સલ્ય રાધા કૃષ્ણ મંદિરની વાડીમાં હતું. એ ઉપરાંત હાજર હજૂર આદિનાથ દાદાનો ભંડારો શ્રી સંઘને અર્પણ કરવાનો કાર્યક્રમ પણ મહેતા કાંતાબેન અમૃતલાલ પરિવાર દ્વારા યોજાયો હતો.
આ સમગ્ર કાર્યક્રમમાં કાંતાબેન અમૃતલાલ પરિવારના મધુબહેન હસમુખભાઈ મહેતા, રાજેન્દ્રકુમાર મહેતા, મોનાલીબેન મનોજકુમાર મહેતા, બીનાબેન જતીનકુમાર મહેતા તથા સમાજના તમામ લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.