મુખ્યમંત્રી નિવાસસ્થાને જતા ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂતોને પોલીસે અટકાવ્યા
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) કિસાન સંઘની સમાન વીજદર તથા રીસર્વે નાબૂદ કરવા જેવી જૂની માગણીઓ સંદર્ભે અનેક વાર રજૂઆતો કરવા છતા તથા કાર્યક્રમો અપાયા પછી પણ સરકાર દ્વારા કોઈ ચોક્કસ ર્નિણય ન લેવાતાં કિસાન સંઘના પ્રદેશ કાર્યાલયથી નક્કી થયેલ કાર્યક્રમ પ્રમાણે
આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના નિવાસ્થાને મંજૂરી ન મળવા છતાં દેખાવ કરવા જઈ રહેલા ખેડબ્રહ્મા તાલુકાના ૪૦ ટ્રેક્ટર સાથે ૨૦૦ જેટલા ખેડૂતોને ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન આગળ હાઇવે રોડ ઉપર જ અટકાવી સમજાવી આ કાર્યક્રમ મોકૂફ રાખવા કહેતાં સૌ ખેડૂતો પોલીસની આ વાત માની કાર્યક્રમ બંધ રાખી પોતપોતાના ઘરે જતા રહ્યા હતા.