ખેડબ્રહ્મામાં કૃષ્ણ ભગવાનની પાલખી યાત્રા યોજાઈ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરમાં શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર (સોની) સમાજ દ્વારા ભાદરવા સુદ અગિયારસ એટલે જલ જૂલણી અગિયારસના પવિત્ર દિવસની ભવ્ય રીતે ઉજવણી કરાઈ. વહેલી સવારથીજ આ માટે સમાજના યુવાનોએ તૈયારીઓ આરંભી હતી.
સવારે ભગવાનની પૂજા અર્ચના કરાયા બાદ ખેડબ્રહ્મા શહેરના મુખ્ય માર્ગો પર ભગવાનની પાલકી યાત્રા કઢાઈ હતી. આ કાર્યક્રમમાં સમાજના બાળકો, યુવાનોએ તથા વડીલોએ સો ટકા હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી પ્રવીણકુમાર શાંતિલાલજી, જીતેન્દ્રકુમાર પ્રકાશચંદ્ર, ઉત્તમભાઈ વેણીલાલ જીગરકુમાર શાંતિલાલજી, હિતેશકુમાર ખ્યાલીચંદજી, મનીષકુમાર રામલાલજી તથા રાજુભાઈ એલ સોની તથા સૌ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.