Western Times News

Gujarati News

હિટ એન્ડ રન કેસનો પર્દાફાશ: ખેડબ્રહ્મા પોલીસે CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી ઝડપ્યો

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા અનડીટેકટર એકસીડન્ટના ગુનાને ડિટેક્ટ કરાયો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) (પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એકસીડન્ટ તથા ફેટલના આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના તથા માર્ગદર્શન સંદર્ભે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી ડી આર પઢેરીયા આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડી પાડવા માટે સ્ટાફને સૂચના આપેલ હતી.

  • ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડી. આર. પઢેરીયાની સુપરવિઝનમાં એક્સિડન્ટ કેસની તપાસ ચાલી રહી હતી, જેમાં ફેટલ આરોપીને પકડવા માટે ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી.

  • 3 એપ્રિલ, 2025 ના રોજ મટોડા ગામે કેસર જીન નજીક અજાણ્યા ફોરવીલ વાહન ચાલકે સાહેદ દક્ષેશભાઈ ત્રિવેદીને ટક્કર મારી ઘાયલ કર્યા બાદ ફરાર થઈ ગયો હતો.

  • ટીમ દ્વારા અંબાજી હાઈવેના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાહન નં. GJ-27-XX-8554 ઓળખી પકડવામાં આવ્યું.

ત્યારે ગઈ તારીખ ૩-૪-૨૫ ના રોજ કલાક સાત વાગે મટોડા ગામે કેસર જીન નજીક હાઇવે રોડ પર કોઈ અજાણ્યા ફોરવીલ વાહન ચાલકે પોતાનું ફોરવીલ વાહનપુર ઝડપે એની ગફલત ભરી રીતે ચલાવી રોડની સાઈડમાં ચાલતા જતા સાહેદ દક્ષેશભાઈ રજનીભાઈ ત્રિવેદીને પાછળથી ટક્કર મારી માથાના તથા ખભાના તથા મોઢાના ભાગે ઈજા કરી

તથા જમણા પગે ફેક્ચર કરી પોતાની ગાડી લઈને નાસી ગયેલ હોય જે અજાણ્યા ફોરવીલ ચાલકની તપાસ સારું સ્ટાફના અહેંકો કુલદીપભાઈ કીકમભાઈ, અપોકો ધવલકુમાર કેવળભાઈ, તથા આપોકો વિનોદભાઈ મેવાભાઈનાઓની ટીમ બનાવી

ખેડબ્રહમાથી અંબાજી હાઈવે રોડ ઉપરના સીસીટીવી કેમેરા તેમજ અંબાજી કોટેશ્વર ખાતેના સીસીટીવી કૂટેજ ચેક કરતા તેમજ ટેકનીકલ સર્વેનેસ આધારે તપાસ કરતા આ ગુનામાં એક્સિડન્ટ કરી ભાગી જનાર વાહન અર્ટીગા ગાડી નંબર ખ્તદ્ઘ- ૨૭-ંક ૮૫૫૪ ની હોવાનું જણાઈ આવતા સદર વાહન નંબરની પોકેટકોપમાં સર્ચ કરતા સદર વાહન રાજુ ધર્મદેવ ઓઝા રહે.

આઠ સર્વે નંબર ૧૩૫, શાસ્ત્રીનગર રંગોલીનગર પાસે બી એચ નારોલ અમદાવાદ માલિકને શોધી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં પોતે આ ગુનાની કાબુલાત કરતાં સરદાર આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.