બે મહિનાથી ગુમ થયેલી મહિલાને ઉત્તરપ્રદેશથી શોધી લાવતી ખેડબ્રહ્મા પોલીસ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકથી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓએ ગૂમ થનાર બાળકો તથા યુવક, યુવતીઓને ને સૌથી લાવવા સારુ સૂચન કરેલ હોઈ
જે સંદર્ભે શ્રી સ્મિત ગોહીલ સહેબ ના. પોલીસ અધિક્ષક,ઈકર વિભાગ ઈડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડી.આર. પઢેરિયા પોલીસ ઈન્સપેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશાન નાઓએ પોલીસના માણસોને અત્રેના પો.સ્ટેના જા.જોગ ના કામે ગુમ થનારને ઝડપથી શોધી લાવવા સારું સુચનાઓ આપેલ હતી.
જે આધારે ખેડબ્રહ્મા પો.સ્ટે. જા.જોમ નં.૯૫/૨૦૨૫ ની તા.૨૩/૦૨/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ અને આ જા.જોગના કામે ગુમ થનાર સકીલાબેન ડો/ઓ કાન્તીભાઈ દેવાભાઈ ગમાર રહે.તુવેર તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંકા નાઓ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય જેની ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ કરતા ગુમ થનાર ઉત્તરપ્રદેશના સહારાનપુરા ખાતે હોવાનું જણાઈ આવતા
અત્રેથી ટીમના માણસો મોકલી તપાસ કરી આ કામે ગુમથ થનારને ઉતરપ્રદેશના સહારાનપુર ખાતેથી શોધી કાઢવામાં સફળતા મળેલ છે.(૧)ડી.આર.પટેરીયા પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પો.સ્ટે (૨) અ.હે.કો સુનિલકુમાર કાન્તીભાઈ (૩) અ.પો.કો રણજીતસિંહ કરશનજી.