ખેડબ્રહ્મા પોલીસ દ્વારા રાજસ્થાનથી ચોરાયેલ બાઈક સાથે આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, મિલકત સંબધી તથા બાઇક સબંધી ગુનાઓ શોધી કાઢવાની કામગીરીમાં અસરકારક કામગીરી અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ ડીઆર પઢેરીયા તથા અનિરુદ્ધસિંહ સુભેન્દ્રસિંહ આપોકો પ્રદિપસિંહ મહેન્દ્રસહ, દિલીપભાઈ રણછોડભાઈ તથા અપોકો અક્ષય કુમાર પોપટભાઈ વિગેરે ખેડવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઇ કોટડા તરફથી ખેડબ્રહ્મા જઈ રહેલ હતો
જેથી સરીને ઈસમને મોટરસાયકલ સાથે ઉભો રાખી નામઠામ પૂછતાં પોતે પોતાનું નામ વિક્રમ ભેમરૂભાઈ ગમાર રહે. તળાવ ભમરા તા. કોટડા જી. ઉદેપુર રાજસ્થાન હોવાનું જણાવતાં તથા સદરી ઈસમ પાસે મોટરસાયકલ ના પુરાવા માગતા ગલ્લા તલ્લા કરતો હતો અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય સદરી મોટર સાયકલના રજીસ્ટ્રેશન નંબર
આધારે પોકેટ કોપ એપ્લિકેશન તથા ૈષ્ઠદ્ઘજ પોર્ટલ મારફતે ચેક કરતાં તેમજ કાલિન્દ્ર પોલીસ સ્ટેશને તપાસ કરતાં સદર મોટરસાયકલ કાલિદ્રી પોલીસ સ્ટેશને ચોરીના ગુનામાં નોંધેલ હોવાનું જણાઈ આવતા સદર હીરો હોન્ડા સ્પ્લેન્ડર કંપનીની મોટરસાયકલ ૯૬૬૯ કિંમત રૂપિયા ૫૦ હજારની ઘણી ઉપરોક્ત ગુના ના કામે સરીની અટક કરી આરોપી તથા મુદ્દા માલ રાજસ્થાન કાલિદ્રી પોલીસ સ્ટેશનને સોપવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.