એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી અમદાવાદે ખેલ મહાકુંભ 3.0 માં બોક્સિંગમાં મેળવી ઐતિહાસિક સફળતા

એકેડેમીના ખેલાડીઓએ કુલ 10 મેડલ જીત્યા, જેમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ખેલ મહાકુંભ 3.0માં એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમીની આ સફળતા ગુજરાતમાં બોક્સિંગ સ્પોર્ટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ છે.
અમદાવાદ, તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0માં એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી, અમદાવાદની બોક્સિંગ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 100% પરિણામ સાથે સમગ્ર સ્પર્ધામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
એકેડેમીના ખેલાડીઓએ કુલ 10 મેડલ જીત્યા, જેમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ધૈર્યવીર રાજપુત, કાવ્યા જોષી, રાજલ યાદવ અને કથન અગ્રવાલે ગોલ્ડ મેડલ જીત્યા. દેવ્યાની ગણાત્રા, ફોરમ વડોદરિયા અને દર્શિનિ ભ્રમભટ્ટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા, જ્યારે યશપાલ લબાના, જયેશ સુનિલકુમાર અને ખુશી જોષીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા.
આ વિજય સમારોહમાં બોક્સિંગ ફેડરેશનના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ શ્રી આઇ.ડી. નાણાવટી, શ્રી વિજય કરપે, એકલવ્ય ઇન્ચાર્જ શ્રી ભદ્રેશભાઈ પટેલ અને GCAના શ્રી પ્રકાશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સર્વે વિજેતાઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તમામ બોક્સરોને એન.આઇ.એસ. કોચ રમેશ મહેતા અને આસિસ્ટંટ કોચ જયેશ સોલંકી દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તેમની માર્ગદર્શન હેઠળ એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ રાજ્ય સ્તરે પોતાનો પરચો બતાવ્યો છે.
ખેલ મહાકુંભ 3.0માં એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમીની આ સફળતા ગુજરાતમાં બોક્સિંગ સ્પોર્ટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ છે.
આ બોક્સરોને એન.આઇ.એસ. કોચ રમેશ મહેતા અને આસિસ્ટંટ કોચ જયેશ સોલંકી તાલીમ આપી રહયાં છે.