પડાલ ગામે ખિદમત ગ્રુપ દ્વારા સમુહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરાયું
(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પડાલ ગામે ગામ ના ખિદમત ગ્રુપ દ્વારા સમુહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં મુસ્લિમ સમાજનાં ૨૦ દીકરા અને ૨૦ દિકરીઓ નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા સમાજનાં અગ્રણીઓ દ્વારા તમામને તેમનાં સફળ દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવવા આવી હતી. ખિદમત ગ્રુપ તરફથી જીવન નિર્વાહ માટે ખુબજ ઉપયોગી કરિયાવર આપવામાં આવ્યું હતું.
લગ્નોત્સવમાં વિશેષ વાત એ હતી કે નિઃશુક્લ કોઈપણ પ્રકારની બન્ને પક્ષ તરફથી રકમ લેવામાં આવી નથી અને નિસ્વાર્થ ભાવે ખિદમત ગ્રુપ દ્વારા સમાજમાંથી કુરિવાજાે દુર થાય તેમજ ગરીબ પરિવારજનોના સંતાનો સમયે નિકાહના પવિત્ર બંધનમાં બંધાઈ જાય સમાન્ય પરીવારોને રાહત મળી રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ વિશેષ તરીકે જનાબ ગ્યાસુદ્દીન ભાઈ શેખ (પૂર્વ ધારાસભ્ય) તેમજ જનાબ ઈમરાનભાઈ ખેડાવાલા (જમાલપુર ધારાસભ્ય)જનાબ રેહાન બાપુ કાદરી જનાબ કરીમભાઈ મલેક(મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ પ્રમુખ) જનાબ શકીલભાઈ સંધી (સામાજિક કાર્યકર નડીઆદ)
જનાબ બદરુદ્દીનભાઈ મલેક ગામતવાન જનાબ ઈમરાનભાઈ મલેક જમાદાર ફાર્મ રૂદણ જનાબ સલીમ હાફેજી અમદાવાદ જનાબ સાજીદ અલી સૈયદની સાથે સાથે અન્ય અનેક મુસ્લિમ સમાજ નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.