લેઉવા પટેલ સમાજના ગરબાનો નફો કેન્સર હોસ્પિટલ બનાવવામાં વપરાશે
વડોદરા, ગુજરાત રાજયના ખુણે ખુણે કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહયો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ભકિત દ્વારા એકતાની શકિત સાથે માનવ સેવા પરમો ધર્મના સંસ્કૃતિ બીજ સાથે સર્વ સમાજની સેવા કરવા નવા સંકલ્પ સાથે રાષ્ટ્રને સાથે રાખી સમાજમાં સેવાનું કાર્ય કરવામાં આવી રહયું છે.
અમરેલી ગામે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન નરશીભાઈ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યંત આધુનીક ટેકનોલોજી સભર નુતન કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.
આ વખતે નવરાત્રીના દિવસોમાં બહેનો માટે સમગ્ર ગુજરાતના જીલ્લાઓમાં ૪૦ જેટલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ સમાજની બહેનો માટે ટ્રેડીશનલ ડ્રેસમાં સંપૂર્ણ પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. સાથે જ ભાઈઓ માટે નજીવા દરે ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબામાં જે કોઈ રૂપિયા બચશે તે હોસ્પીટલના દર્દીઓની સારવાર અને વિકાસમાં વપરાશે.
ખોડલધામ ટ્રસ્ટનું કેન્સર હોસ્પિટલ જેમાં દર્દીઓ માટે ૬૦૦ બેડ બનાવવામાં આવી રહયા છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને ટાટા કંપનીની કન્સલ્ટન્સી દ્વારા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેકટ ત્રણ ફેસમાં પુર્ણ કરવામાં આવશે. જેમાં પ્રથમ ફેજ તા.૧૭ જાન્યુઆરી ર૦ર૭ માં રપ૦ બેડ સાથે લોકોની અધતન સુવિધા સાથે લોકાર્પણ કરવામાં આવશે.
મધ્ય ગુજરાત ઝોનના કન્વીનરર અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના કન્વીનર કુમુદ અકબરીએ જણાવ્યું છેકે, આ અધતન ટેકનોલોજી સફર કેન્સર હોસ્પિટલ ર૦૩૦ માં સંપૂર્ણ્પણે કાર્યરત થઈ જશે. ગુજરાતના કેન્સર જેવા ભયાનક બીમારીમાં પહેલા ગરીબ નાગરીકોની અધતન સાધનો સાથે સંપૂર્ણ સારવાર મફત કરવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટ વડોદરામાં સતત સાત વર્ષથી સપ્તપદી પાર્ટીપ્લોટ છાણી ખાતે ગરબાનું આયોજન કરે છે.