ખોખરાની AMC ડેન્ટલ કોલેજમાં દર્દીઓના વર્તનને કારણે ડોકટરો હડતાળ પર ઉતર્યા

સત્તાધીશો દ્વારા સલામતીની ખાતરી અપાતા મામલો થાળે પડયો
(એજન્સી)અમદાવાદ, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી એએમસી ડેન્ટલ કોલેજમાં સારવારમાં વિલંબ થતાં કેટલાક દર્દીઓ રોષે ભરાતા ડોકટરો સાથે વિવાદ સર્જાયો હતો. દર્દીઓના વર્તનને લઈ રેસીડેન્ટ ડોકટર સહીત તમામ યુ.જી. અને પી.જી. ડોકટરોએ હાથમાં બેનર સાથે વિરોધ નોધાવ્યો હતો. ત્યારબાદ હડતાળ પર ઉતરી ગયાં હતાં.
જોકે બાદમાં કોલેજ-હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સલામતીની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડયો હતો. અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ડેન્ટલ કોલેજમાં સારવાર માટે આવેલા એક દર્દીએ જલદી સારવાર કરવાના મુદે ડોકટર સાથે માથાકુટ કરતાં મામલો બિચકયો હતો. સમય કરતા મોડા પહોચેલા દર્દીને ફટાફટ સારવાર મળતા કેટલાક દર્દી રોષે ભરાયા હતા.
અને હોસ્પીટલમાં જ હોબાળો મચાવ્યો હતો. દર્દીના આ પ્રકારના વર્તને જોઈ અંડર ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન ડેન્ટલના વિધાર્થીઓ રેસીડેન્ટ સહીતના તમામે ભેગા મળીને કામ બંધ કરીને વિરોધ પ્રદરર્શન કર્યું હતું. ડોકટરોએ હાથમાં પ્લેકાર્ડ લઈને જયાં સુધી સલામતી ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવાનો ઈનકાર કરી દીધો હતો.
આ ઉપરાંત વી વોન્ટ સેફટીના સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ડોકટરની હડતાળના કારણે હોસ્પિટલનું કામકાજ બંધ થઈ જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે, તાકીદે કોલેજ સત્તાધીશો દ્વારા આ મામલાની ગંભીરતા સમજીને ડોકટરો સાથે વાટાઘાટો શરૂ કરી હતી જેમાં ડોકટરો શરૂ કરી હતી. જેમાં ડોકટરો દ્વારા હોસ્પિટલમાં સલામતી ન મળે ત્યાં સુધી કોઈ પ્પણ પ્રકારની કામગીરી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ ઉપરાંત વી વોન્ટ સેફટીના સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ડોકટરની હડતલના કારણે હોસ્પિટલનું કામકાજ બંધ થઈ જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જોકે, તાકીદે કોલેજ સત્તાધીશો દ્વારા આ મામલાની ગંભીરતા સમજીને ડોકટરો સાથે વાટાઘાટો શરૂ કરી હતી. જેમાં ડોકટરો દ્વારા હોસ્પિટલમાં સલામતીની પુરતી વ્યવસ્થા થાય પછી જ કામગીરી શરૂ કરવાની માગણી રજુ કરી હતી. જેના અનુસંધાનમાં સત્તાધીશો દ્વારા આગામી દીવસોમાં પુરતી સલામતી આપવાની બાંયધરી આપવામાં આવી હતી.