ખોખરા બ્રિજકાંડમાં મ્યુનિ. કર્મીઓને પકડવા માટે શું પગલાં લીધા? કોર્ટ
પોલીસે કહયું, ‘યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરાશે’ઃ કોર્ટે પુછયું ‘તમારો યોગ્ય સમય કયારે આવશે ?
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજકાંડમાં થયેલી જામીની અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે તપાસનીશ અધિકારી પાસે ખુલાસો પુછયો છે કે, આ સમગ્ર પ્રકરણમાં મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓને પકડવા માટે તમે શું પગલાં લીધા ?
પોલીેસે આ મામલે કોર્ટે સમક્ષ એવો બચાવ રજુ કર્યો હતો. કે, પોલીસે દ્વારા આ કેસમાં તપાસ ચાલી રહી છે. અઅને તપાસમાં ઘણા મુુદ્દા હોઈ થોડો સમય લાગે તેમ છે. અને તેથી યોગ્ય સમયે પોલીસે યોગ્ય કાર્યવાહી કરશે. જેથી કોર્ટે પોલીસને વેધક સવાલ કર્યો હતો. કે, તમારો યોગ્ય સમય કયારે આવશે ? એ સ્પષ્ટ કરો. કોર્ટે પોલીસના આ રીપોર્ટ અંગે આવતીકાલે મેટર ઓર્ડર પર રાખી છે.
ખોખરા બ્રિજકાંડમાં બ્રીજના નિરીક્ષીણની જેને કામગીરી સોપાઈ હતી તે, એસજીએસ ઈન્ડીયા પ્રા.લી.ના પ્રોજેકટને એન્જીનીયર નિલમ પટેલ અને પ્રોજેકટ કો.ઓડીનેટર પ્રવીણ અંબાવી દેસાઈ સહીતના આરોપીઓ જામીન માટે અરજી કરી છે. જામીન અરજી મુદ્દે કોર્ટ તપાસ અધિકારીને નોટીસ ઈશ્યુ કરી હતી.
જામીન અરજીની સુનાવણી વખતે તપાસનીશ અધિકારી કોર્ટમાં હાજર રહયાં ત્યારે કોર્ટે તપાસ અધિકારીને કહયું હતું કે, કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીીઓને સંડોવણી આવતી નથી ? શું તમે તેમની ધરપકડ નહી કરવા માટે અભય વચન આપ્યુું છે કે કેમ ?
આ કેસમાં અજય ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્ડીયા લી.ના આરોપી ડાયરેકટર રસીક અંબાલાલ પટેલના કામચલાઉ જામીન અંગગેની તેમ જ અન્ય આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમ્યાન દર વખતે સેશન્સ કોર્ટ દ્વારા તપાસનીશ અમલદારને વેધક સવાલ કરાયો હતો કે, તમે આ સંવેદનશીલ કેસમાં અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના કર્મચારીઓ વિરૂધ્ધ શું કાર્યવાહી કરવા માંગો છો ?