Western Times News

Gujarati News

ખોખરા બ્રિજ ખુલ્લો મુકાતાં નાગરીકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

Anupam Khokhra Bridge Ahmedabad

default

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના નગરજનોને ₹136.11 કરોડના લોકાર્પણ અને ₹51.25 કરોડના ખાતમુહૂર્ત મળીને કુલ ₹187 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી.

જેમાં મુખ્યત્વે ખોખરા બ્રિજ, ચાંદખેડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, નિકોલ કોમ્યુનિટી હોલ-ગાર્ડન, પરિમલ ગાર્ડનનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે AMCના રૂ.187 કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરાયું. જેમાં ખોખરા બ્રિજનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન તેમજ પરિમલ ગાર્ડન, કાંકરિયા અટલ એકસપ્રેસ, ખોખરા બ્રિજનું લોકાર્પણનો સમાવેશ થાય છે.

બાપુનગર ચંદ્ર પ્રસાદ દેસાઈ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું.લોકાર્પણ પ્રસંગમાં લોકો તિરંગો લઈને આવ્યા હતા. તેમજ ખોખરા બ્રિજમાં પણ ત્રિ કલરનું અદભૂત લાઇટિંગ કરવામાં આવ્યું હતું.

પરિમલ ગાર્ડનનું આ નવું સ્વરૂપ જોઈને આપ આશ્ચર્યચકિત થઈ જશો. વૈજ્ઞાનિક ઢબે અને સૌંદર્યલક્ષી દ્રષ્ટિ સાથે ખાનગી ભાગીદારીથી પરિમલ ગાર્ડનને નવપલ્લવિત કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી ભાગીદારી દ્વારા રિસ્ટોર કરાયેલા આ સુંદરતમ, નયનરમ્ય, લેન્ડસ્કેપ ગાર્ડનને, અનેક મોર્ડન સુવિધાઓ સાથે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નાગરિકોને સમર્પિત કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.