ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ લીધુંઃ 18 લોકોને બચાવાયા

ખોખરાના બહુમાળી રહેણાંક બિલ્ડીંગમાં આગઃ ફસાયેલા લોકોનું દીલધડક રેસ્કયુ -સી બ્લોકના ૫ મા માળે લાગી આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો
#Ahmedabad ના ખોખરા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના બની હતી -ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં એક પછી એક આગ લાગવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જો કે આ વખતે કોઇ ઇન્ડસ્ટ્રિયલ નહી પરંતુ રહેણાક વિસ્તારમાં આગ લાગી હતી. ખોખરામાં રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી.
અચાનક જ આગ ફાટી નીકળતા બિલ્ડીંગમાં રહેતા નાગરિકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકોએ નાસભાગ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. આ દરમિયાનમાં સ્થાનિક નાગરિકોએ પણ જીવના જોખમે બચાવ કામગીરી કરી હતી.
નાના બાળકોને અને મહિલાઓને દિલધડક રીતે બચાવી લીધી હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો અને નાના બાળકોએ ભારે રોકકળ કરી હતી.
અમદાવાદમાં વધુ એક આગની ઘટના
ખોખરા ખાતે પરિષ્કર-1 એપાર્ટમેન્ટમાં આગ
ફાયર બ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે@tv13gujarati pic.twitter.com/EWTyFem6js— Toral Kavi (@toralkavi) April 11, 2025
અમદાવાદના ખોખરામાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી. પરિષ્કાર બિલ્ડિંગના પાંચમાં માળે મકાનમાં આગ લાગી હતી. સી બ્લોકના પાંચમાં માળે લાગી હતી ભીષણ આગ.
લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. ફાયર વિભાગે ૧૮ થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં એક પછી એક આગ લાગવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. જો કે આ વખતે કોઇ ઇન્ડસ્ટ્રિયલ નહી પરંતુ રહેણાક વિસ્તારમાં આગ લાગી હતી. ખોખરામાં રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી. પરિષ્કાર બિલ્ડિંગના ૫માં માળે આગ લાગી હતી.
૧૮ લોકોનુ ફાયર વિભાગે રેસ્કયું કર્યું છે. મકાનમાં શર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડની ૮ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.
સી બ્લોકનાં ૫ માળે આગ લાગી હતી. ફોયરના ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી. જોત જોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવામાં આવ્યો છે. આગ લાગ્યા બાદ લોકો ડરના માર્યા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. ફાયર વિભાગ આવે આવે તે પહેલા લોકોમાં ભયનો માહોલ હતો. બિલ્ડિંગની મુખ્ય ઇલેક્ટ્રિક લાઇનમાં આગ લાગી ગઇ હતી.
આગ વધારે ફેલાય નહી તે માટે ટોરેન્ટને તત્કાલ સોસાયટીનો પાવર કટ કરવા માટે જણાવાયું હતું. જેથી હાલ સમગ્ર સોસાયટીનો વિજપુરવઠ્ઠો અટકાવી દેવાયો છે. સતત વહેતા વીજ પુરવઠ્ઠાને કારણે ફાયરને રાહત અને બચાવકામગીરીમાં સમસ્યા થઇ રહી હતી. આ ઉપરાંત વીજ પુરવઠ્ઠો વહેતો રહેવાના કારણે ૫ મા માળેલી લાગેલી આગ છેક ૧૨ મા માળ સુધી ફેલાઇ ગઇ હતી. આ લખાય છે ત્યાં સુધી કોઇ પણ મૃત્યુ કે ઘાયલ થયું હોવાના અહેવાલ નથી. એક બે રહીશોને સામાન્ય ઇજાઓ પહોંચી છે