ધ વોરિયર ક્વીન ફેમ ખુશી શાહ બનવાની છે મમ્મી
મુંબઈ, પોપ્યુલર ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીનમાં મુખ્ય પાત્ર ભજવનારી ખુશી શાહે ૧૯ નવેમ્બરે પરિવારના સભ્યો અને અંગત મિત્રો સાથે ડબલ સેલિબ્રેશન કર્યું હતું. વાત એમ છે કે, આ દિવસે તેનો ૩૭મો બર્થ ડે હતો તેમજ સોશિયલ મીડિયા પર બેબી શાવરની તસવીરો શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત પણ કરી હતી.
ફંક્શનમાં તેણે વ્હાઈટ કલરનું પ્રીટી ગાઉન પહેર્યું હતું અને વાળ ખુલ્લા રાખી તેમાં આઉટફિટના મેચિંગના ફ્લાવર લગાવ્યા હતા તો તેના પતિ ઉમેશ શર્માએ ટિ્વનિંગ કરતાં વ્હાઈટ શર્ટ અને બેઝ કલરનું પેન્ટ પહેર્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં ખુશી શાહ બેબી શાવરમાં આવેલા મહેમાનો સાથે પોઝ આપતી દેખાઈ. આ સિવાય જ્યાં ફંક્શન રાખવામાં આવ્યું હતું તેને કલરફુલ ફુગ્ગાથી સજાવાયું પણ હતું. આ સાથે તેણે લખ્યું હતું ‘આજે મારો બર્થ ડે છે અને આ ખાસ દિવસે હું મારી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી રહી છું. ખુશીઓ રસ્તામાં છે. હું તે તમામનો આભાર માનવા માગું છું જેઓ મારી જર્નીનો ભાગ રહ્યા છે.
મેં દીકરી, બહેન, પત્ની તેમજ વહુની ભૂમિકા અદા કરી છે અને હવે મા બનવા જઈ રહી છું. આ કરતાં વધારે ખુશી બીજી કોઈ નથી. આ ભેટ આપવા માટે હું ભગવાનની આભારી છું. લવ યુ ઓલ. જય મા લક્ષ્મી’. કોમેન્ટ કરતાં ઈન્ડસ્ટ્રીના મિત્રોએ તેને અભિનંદન પાઠવ્યા હતા.
વાતચીત કરતાં ખુશી શાહે કહ્યું હતું કે ફિલ્મ નાયિકા દેવીનો ભાગ બનવું તે મારા માટે સપનું હતું અને ત્યારબાદ મેં બ્રેક લીધો હતો. મારો પતિ અને હું આ ર્નિણય માટે સંમત થયા હતા અને ૧૦ વર્ષના રિલેશનશિપ તેમજ ૩ વર્ષના લગ્નજીવન બાદ અમે પેરેન્ટહૂડની જર્ની તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું’, તેણે ઉમેર્યું હતું ‘આ ઈન્ડસ્ટ્રીને મેં ૧૬ વર્ષ આપ્યા છે, મેં કેટલાક પડકારોનો પણ સામનો કર્યો છે.
પરંતુ અદ્દભુત અને સપોર્ટિવ પરિવાર મેળવવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું’. પ્રેગ્નેન્સીની જાહેરાત કરી ત્યારથી ખુશી શાહ પર પ્રેમનો વરસાદ થઈ રહ્યો છે.
તે અંગે એક્ટ્રેસે કહ્યું હતું ‘આ ન્યૂઝ આપવામાં મને સમય લાગ્યો પરંતુ મને હવે ઘણો પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે. મેં જાહેરાત લેવાનું બંધ કર્યું હતું અને મારે ઘણા પ્રોજેક્ટ જતા કરવા પડ્યા હતા, જેનાથી મારી આસપાસના લોકોને આશ્ચર્ય થયું હતું. તેથી, મારા ૩૭મા બર્થ ડે પર પ્રેગ્નેન્સી જાહેર કરવાનું નક્કી કર્યું અને મને લાગે છે કે તે યોગ્ય ર્નિણય હતો’.SS1MS