ખુશીએ “ધ આર્ચીઝ”ની સ્ક્રીનિંગમાં પહેર્યું માતા શ્રીદેવીનું ગાઉન
મુંબઈ, શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર ધ આર્ચીઝથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. તે એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે. તેની સાથે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા પણ અભિનય ક્ષેત્રે એકસાથે ડેબ્યુ કરી રહ્યા છે. મંગળવારે મેકર્સે સેલિબ્રિટીઝ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.
રેડ કાર્પેટ પર સ્ટાર્સ આવી પહોંચ્યા હતા. ખુશી કપૂરે પાપારાઝીની સામે પૂરા આત્મવિશ્વાસ સાથે પોઝ આપ્યા હતા. સિલ્વર કલરના ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પોતાની માતા શ્રીદેવીને યાદ કરીને તે પોતાનો ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર ચાલી હતી. ખુશી માટે આ પ્રસંગ ખૂબ જ ખાસ હતો. ચોક્કસ આજે તે તેની માતાને યાદ કરતી હશે.
આ ફિલ્મ માટે રોમાંચક હોવા ઉપરાંત તે તેમના માટે ઈમોશનલ ક્ષણ પણ છે. ખુશીએ ગાઉનની સાથે શ્રીદેવીની જ્વેલરી પણ પહેરી હતી તેમજ તેણે પોતાના વાળમાં બન બનાવ્યું હતું. આ ઈવેન્ટમાં જ્હાન્વી કપૂર અને બોની કપૂર પણ હાજર હતા. શ્રીદેવીએ આ ગાઉન ૨૦૧૩માં ૈંૈંહ્લછના રેટ કાર્પેટ પર પહેર્યું હતું. આ વીડિયો વિરલ ભાયાણીએ શેર કર્યો છે.
એક યુઝરે કમેન્ટ કરી, ‘તે તેની માતાને મિસ કરી રહી છે. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે.’ ઘણા યુઝર્સે હાર્ટ અને ફાયર ઇમોજીસ પોસ્ટ કર્યા છે. નોંધનીય છે કે, આ ખાસ પ્રસંગે માત્ર બચ્ચન-નંદા પરિવાર જ નહીં શાહરૂખ ખાન પણ આખા પરિવાર સાથે જાેવા મળ્યો હતો. શાહરૂખ, સુહાના, અબરામ, ગૌરી અને આર્યનના ફોટા અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ દરમિયાન બહેન ખુશી કપૂર માટે જ્હાન્વી કપૂરે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી અને લાઈમલાઈટ હતી. આ સિવાય ધ આર્ચીઝના પ્રીમિયરમાં પણ ઘણા સેલેબ્સ જાેવા મળ્યા હતા. ધ આર્ચીઝ ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત છે.
આ ફિલ્મ અમેરિકન કોમિક્સ પર આધારિત છે. સુહાના ખાને વેરોનિકાની ભૂમિકા ભજવી છે જે યુકેથી પરત આવી છે અને બેટી કૂપર (ખુશી કપૂર) અને આર્ચી એન્ડ્રૂઝ (અગસ્ત્ય નંદા)ની શ્રેષ્ઠ મિત્ર છે. તેમના જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું છે, પરંતુ એક દિવસ વેરોનિકાના પિતા રિવરડેલમાં એક મોલ વિકસાવવા અને બનાવવાનું નક્કી કરે છે અને આ બધા મિત્રો સાથે આ રીતે સ્ટોરી આગળ વધે છે.SS1MS