Western Times News

Gujarati News

3 સરકારી કમર્ચારી વ્યવહાર લઇને ખ્યાતિની ફાઇલ તરત જ PMJAY યોજનામાં પાસ કરાવી દેતા હતા

ચિરાગની વાતોમાં આવેલા તબીબોએ દર્દીઓને ખ્યાતિમાં મોકલ્યા હતા

(એજન્સી)અમદાવાદ, નિર્દાેષ લોકોના જીવ લેનાર ખ્યાતિકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને ચિરાગ, મિલિંદ અને રાહુલની પૂછપરછ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો મળી છે. ચિરાગ ગેંગે અમદાવાદ શહેરની ઘણી હોસ્પિટલો અને સરકારી અધિકારીઓ સાથે રોકડા રૂપિયાના વ્યવહારો કર્યા હતા તેની પણ તપાસ ચાલી રહી છે.

ચિરાગની વાતોમાં આવીને ઘણ તબીબો અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓને ખ્યાતિમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કતારમાં છુપાયેલા ડિરેક્ટર કાર્તિક પટેલને પરત લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. આતંકવાદીઓને ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી સુધી પહોંચવામાં અસમર્થ સાબિત થઇ રહી છે.

જો કે, તેઓ ભારતમાં હોવાની વિગતો પોલીસને મળી છે. ખ્યાતિકાંડની તપાસની સાથે સાથે ચિરાગ અને મિલિંદ દ્વારા જે ચિટિંગની સ્કીમો મૂકીને લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હતો તેની પણ તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાંચના રિમાન્ડ પૂરા થતાં આ ગેંગને જેલ હવાલે કરવામાં આવી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું ઉદઘાટન માત્ર અને માત્ર સરકારી યોજનાઓના લાભાર્થીઓની સર્જરી કરી સરકાર સાથે જ ઠગાઇ કરવા માટે કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલના એજન્ટોની ટીમ ગામે ગામ ફરીને જે લોકો પાસે સરકારી યોજનાના કાર્ડ હોય તેમને હોસ્પિટલમાં લાવીને તેમની જીંદગી સાથે ચેડાં કરતી હતી. કડીના બોરીસણાના ગ્રામજનોને પણ ખ્યાતિમાં લાવવામાં આવ્યા અને બિનજરૂરી સ્ટેન્ટ મુકતા બે નાગરિકોના મૃત્યુ થયા હતાં.ખ્યાતિ કાંડની ધીમી ગતિએ તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મિલિંદ-ચિરાગની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે

પીએમજેએવાય યોજનાની કામગીરી સાથે સંકળાયેલા ત્રણ સરકારી કમર્ચારી વ્યવહાર લઇને ખ્યાતિની ફાઇલ તરત જ પાસ કરાવી દેતા હતા. જેમને હવે ઝડપી લેવા કવાયત ચાલી રહી છે. આ ઉપરાંત હોસ્પિટલ અને સરકારી કચેરી વચ્ચેના વ્યવહારો સંભાળવા માટે એક એજન્ટની ટીમ કામ કરતી હતી. આ એજન્ટની વિગતો પણ ક્રાઇમ બ્રાંચે એકત્રિત કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.