Western Times News

Gujarati News

ખ્યાતિ કાંડ સાથે સંકળાયેલા 450 કરતા વધુ ડોકટરોની માહિતી ક્રાઈમ બ્રાંચ મેળવશે

દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ ચિરાગ રાજપૂત આગ્રહપૂર્વક સ્ટેન્ડ મૂકાવતો હતો-ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર

(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, સીઈઓ રાહુલ જૈન સહિત પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ થઈ ચુકી છે. કોર્ટે આ પાંચેય આરોપીઓને ૩૦ નવેમ્બરે ૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

ખ્યાતિ હોસ્પિટલના વધુ પાંચ આરોપીઓની મંગળવારે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ આરોપીઓ આણંદ પાસે એક ફાર્મ હાઉસમાં છુપાયેલા હતા. પોલીસે જેને ગઈકાલે ઝડપી પાડ્યા હતા. આ પાંચ આરોપીઓમાં ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલનો સમાવેશ થાય છે.  પાંચેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય કોર્ટે ૩૦ નવેમ્બર સાંજે ૪ કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

મુખ્ય આરોપી ચિરાગ રાજપૂતની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ચિરાગ રાજપૂત શરૂઆતમાં મેડીકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો.

તેમજ અલગ-અલગ હોસ્પીટલમાં એડમીન/માર્કેટીંગ / ડિરેકટર / બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પીટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટીંગની જવાબદારી સંભાળે છે. જેનો માસીક પગાર રૂપિયા ૭,૦૦,૦૦૦/- (સાત લાખ)નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો.

તેમજ ડોકટરને પણ તેની સુચનાનું પાલન કરવું પડતું હતુ. હોસ્પીટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો. ચિરાગ રાજપૂત સહઆરોપી રાહુલ જૈનની સાથે તેને ગાડીમાં ઉદયપુર રાજસ્થાન ગયેલ ત્યારબાદ રાજસમંદ રોકાયેલો જ્યાં પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ સાથે જોડાય ગયેલ. આ તમામ આરોપીઓ એક દિવસ અગાઉ પ્રતિક પટેલના ઉકેરડીના મુવાડા ખાતે આવેલ ફાર્મ પર રોકાયેલ હતા.

મિલિન્દ પટેલ જેલમાંથી છૂટ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયો હતો -સૌપ્રથમ એમ.આર. તરીકે વી.એચ.ભગત કંપનીમાં પાટણ ખાતે નોકરી કરેલ. બાદ કોરોના રેમેડીસ કંપનીમાં એમ.આર. તરીકે તેમજ સને 2010થી નિધી હોસ્પિટલ, નવરંગપુરા ખાતે માર્કેટીંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયેલ. 2017માં સાલ હોસ્પિટલ વસ્ત્રાપુર ખાતે જોડાયેલ જયાં ચિરાગ રાજપુત સાથે મુલાકાત થયેલ તેની સાથે માર્કેટીંગ એકઝી. તરીકે 2020 સુધી નોકરી કરેલ. 2020માં ચિરાગ રાજપૂતના કહેવાથી એશિયન બેરિયાટ્રીકસ હોસ્પિટલમાં નોકરી પર લાગેલ જ્યાં માર્કેટીંગ એક્ઝિક્યુટિવ તરીકે 2020 સુધી રહેલ.

રીમાન્ડ માટે શું કારણો ક્રાઈમબ્રાંચે આપ્યા?

  • PMJAY યોજનાનો લાભ લેવામાં અન્ય કોણ કોણ સામેલ હતું?
  • 450 કરતા વધુ ડોકટરો સાથે ખ્યાતિની ટીમ સંકળાયેલી હતી તેની તપાસ કરવાની હજુ બાકી
  • કુલ કેટલા દર્દીઓના સારવાર બાદ મોત થયા?
  • આ સ્કેમમાં આરોગ્ય વિભાગના અધિકારી સામેલ છે કે નહીં તેની તપાસ કરવાની બાકી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.