Western Times News

Gujarati News

ખ્યાતિ હોસ્પિટલઃ ધોળકાના રૂપાલ ગામમાં પણ એન્જીયોગ્રાફીના નામે ત્રણના જીવ ગયા હતા

ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ -રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ લીધા-રાજકોટ, સાણંદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના કુલ ૮ લોકોનાં મોત થયા છે.

(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ હોસ્પિટલની પોલ હવે ધીમેધીમે ખુલી રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે. હવે લોકો ખુલીને ખ્યાતિના પાપનો પર્દાફાશ કરી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના માલિકોએ અનેક લોકોના ભોગ લીધા છે. ધોળકાના રૂપાલ ગામમાં પણ એન્જીયોગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ લીધાનું સામે આવ્યું છે. વિગતો જાણીને તમારા હોશ ઉડી જશે.

મળતી માહિતી મુજબ ધોળકાના રૂપાલ ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલનો મોટો કાંડ સામે આવ્યો છે. દોઢ વર્ષ પહેલા ફ્રી હેલ્થ કેમ્પના નામે આ કૌભાંડ કર્યું. ધોળકાના રૂપાલ ગામમાં પણ એન્જીયોગ્રાફીના નામે ત્રણ લોકોના જીવ ગયા. પીડિત લોકો પગના દુઃખાવાની સમસ્યા માટે ગયેલા જેમને કોઈ જ સમસ્યા ન હોવા છતાં સ્ટેન્ટ મૂકી દીધા.

સ્ટેન્ટ મૂક્યા બાદ દર્દીઓને સમસ્યા વધી ગઈ હતી. આવું તે કઈ હોય. હ્રદયની કોઈ સમસ્યા ન હોય છ તાં સ્ટેન્ટ મૂકી દે? પીએમજેએવાય કાર્ડ માંથી ૧ લાખ ૨૮ હજાર રૂપિયા કપાઈ ગયા. રૂપાલના મહોમ્મદ ડોસાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઢીંચણમા દુખાવાની સમસ્યા છતાં સ્ટેન્ટ મુક્યા. ઓપરેશન બાદ છ થી સાત દિવસમાં મોત થયુ. મફત સારવારના નામે નિર્દોષ લોકોના જીવ લીધા.

અત્રે જણાવવાનું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલે કડીનાં ૯ ગામોમાં મેડિકલ કેમ્પ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ, સાણંદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના કુલ ૮ લોકોનાં મોત થયા છે.

શેતાન ડૉક્ટરો પૈસા માટે ખોટાં ઓપરેશન કરાવતા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયા પછી મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. ખુદ આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓ ફરી તપાસ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.