Western Times News

Gujarati News

ડૉ. ખ્યાતિ પુરોહિત લિખિત  ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વાંચન-અભ્યાસ કરીને ચિંતન કરવાનો અભિગમ કેળવવો જોઈએ-ઐતિહાસિક ધરોહરો મૂલ્ય વિશેષ છેતેની મુલાકાત વેળાએ અંતરમનથી અનુભૂતિ કરીએ

અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી શ્રીધર પરાડકરની વિશેષ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. ખ્યાતિ પુરોહિત લિખિત ‘મુઝ મેં મિથિલા બસ ગયા -મિથિલાંચલ ડાયરી’નું વિમોચન ગાંધીનગર ખાતે કર્યું હતું.

આ વેળાએ અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી શ્રીધર પરાડકર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પુસ્તક વિમોચનના આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશિતા અને વિઝનરી નેતૃત્વથી  ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે.

તેમણે કહ્યું કેવડાપ્રધાનશ્રીએ હંમેશા નાનામાં નાની પણ અસરકારક બાબતોનું હમેશા ધ્યાન રાખ્યું છે. પર્યાવરણપ્રિય અભિગમ સાથે સ્વચ્છતાની બાબત હોય કે નવા ઉભરતા ક્ષેત્રો અને ઉદ્યોગોને પ્રોત્સાહનતેમણે હંમેશા દરેક પ્રશ્નોના સમાધાનની દિશા આપી છે.

સાહિત્યને અદભુત તાકાત ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેસાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત છે. જ્યારે જનસામાન્યની અભિવ્યક્તિની મર્યાદા આવે છેત્યારે સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે અને સમાજમાં જનચેતના ભરીને નવી જાગૃતિનો સંચાર કરે છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેમિથિલાંચલ ડાયરી એ યાત્રા સાહિત્યના પ્રકારની કૃતિ છે. વાંચન અને અભ્યાસથી ચિંતન અને મનન કરવાનો અભિગમ કેળવવો જોઈએ. આપણી ભાષાના યાત્રા સાહિત્યમાં આપણી વિરાસતની અનુભૂતિ છે.

ઐતિહાસિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાતનું મૂલ્ય વિશેષ છે. જ્યારે પણ આપણે આવા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત કરીએ ત્યારે પ્રવાસની સાથે અંતરમનથી અનુભૂતિ કરીએ. સ્થળ અનુભવ એ અનુભૂતિનું અનોખું માધ્યમ છે. કોઈ પણ કાર્ય કરીએ એમાં સાતત્યનું મહત્વ વિશેષ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

શ્રીધર પરાડકરે આ પ્રસંગે જણાવ્યું હતું કેઅખિલ ભારતીય સાહિત્ય પરિષદે સાહિત્ય સંવર્ધન માટે યાત્રા કરવાનો અનોખો ઉપક્રમ જાળવી રાખ્યો છે.

યાત્રા સાહિત્યને ભારતમાં વિશેષ મહત્વ અપાવું જોઈએ તેવો અનુરોધ કરતા તેમણે કહ્યું હતું કેયાત્રા સાહિત્યમાં ફાહિયાનહ્યુએન ત્સાંગમેગેસ્થનીસ જેવા વિદેશી યાત્રાળુંઓના પ્રસંગો ઇતિહાસમાં જોવા મળે છે. આપણે ત્યાં કાકા કાલેલકરનું યાત્રા સાહિત્ય ઉપલબ્ધ છે.

તેમણે ઇતિહાસકાર અને સાહિત્યકારના દૃષ્ટિકોણથી યાત્રા સાહિત્યનો ભેદ જણાવતા કહ્યું કેએક સાહિત્યકાર દ્વારા વિશેષ મહત્વ ધરાવતા કે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને તેનું લેખન કરવામાં આવે એમાં તથ્યોની સમજ સાથે સામાન્ય માનવીની સમજણ વધુ વિકસે છે. મિથિલાંચલ ડાયરી પણ આવું જ સાહિત્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે પુસ્તકનાં લેખિકા ડૉ. ખ્યાતિ પુરોહિતે પુસ્તક લખવાની પોતાની પ્રવાસ યાત્રાનો ઉલ્લેખ કરીને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસવરિષ્ઠ પત્રકારોસાહિત્યકારોઅધ્યાપકો તેમજ સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.