Western Times News

Gujarati News

કિયારા અડવાણી દિલ્હીમાં મનાવશે ફર્સ્ટ કરવા ચોથ

મુંબઈ, લગ્ન પછી પહેલી કરવા ચોથ કરનાર સેલેબ્સમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ પણ સામેલ છે. આ ક્યૂટ કપલે ૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. જેની તસવીરોએ ફેન્સનું દિલ જીતી લીધુ હતુ. આમ વાત કરવામાં આવે તો લગ્ન પછી કિયારાની આ પહેલી કરવા ચોથ છે જેને લઇને અભિનેત્રી હાલમાં ખૂબ ખુશ જાેવા મળી છે. કરવા ચોથ દરેક લોકો માટે સ્પેશિયલ બની રહે છે. કિયારા અડવાણી હાલમાં પહેલી કરવા ચોથને લઇને ખૂબ એક્સાઇટેડ લાગી રહી છે. આ કરવા ચોથ કિયારા બહુ ધામધૂમથી મનાવશે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ આ માટે દિલ્હી જવા રવાના થઇ ગયા છે. આ ક્યૂટ કપલનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયો છે. જાે કે લોકો આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. માનવ મંગલાનીના ઇન્સ્ટાગ્રામ પેજ પર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો એરપોર્ટ પરનો વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં વ્હાઇટ આઉટફિટ ન્યૂ મેરિડ કપલ ખૂબ સુંદર લાગી રહ્યું છે.

આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે નવી દિલ્હીમાં સિડના ઘરે રવાના થતી વખતે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ એરપોર્ટ પર ફોટો ક્લિક કરાવ્યો છે. આ લેટેસ્ટ પોસ્ટ જાેયા પછી ફેન્સ એક પછી એક ઇમોજીસ સેન્ડ કરીને કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. આ વિડીયોમાં તમે જાેઇ શકો છો કે કિયારા અને સિદ્ધાર્થ કેટલા સ્માર્ટ લાગી રહ્યા છે.

ફર્સ્ટ કરવા ચોથને લઇને ફેન્સ પણ ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં ઇન્ડિયન પોલિસ ફોર્સની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. જાે કે ફેન્સ સિદ્ધાર્થની આ અપકમિંગ મુવીની રાહ જાેઇને બેઠા છે. આ સાથે એક પોસ્ટ પણ રિલીઝ કરવામાં આવી છે જેમાં સિદ્ધાર્થનો દમદાર લુક જાેવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ અને કિયારાની જાેડી અનેક લોકોને પસંદ આવે છે. આ બન્ને વચ્ચેનું બોન્ડિંગ પણ જાેરદાર જાેવા મળી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.