કરણ જાેહરની પાર્ટીમાં માત્ર કોટ પહેરીને પહોંચી કિયારા

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી પોતાના હૉટ લૂક માટે જાણીતી છે. ત્યારે હાલમાં જ કિયારા અડવાણી એ પ્રકારના ડ્રેસિંગમાં જાેવા મળી કે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ છે. ફિલ્મમેકર કરણ જાેહરે હાલમાં જ પોતાના ઘરે ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની સકસેસ પાર્ટીનું આયોજન કર્યું હતું.
જેથી આ ફિલ્મની પૂરી કાસ્ટ કરણ જાેહરના ઘરે સેલિબ્રેશન માટે પહોંચી હતી. ત્યારે કિયારા અડવાણી પણ આ સેલિબ્રેશનમાં પહોંચી હતી કે જ્યાં તેનો લૂક જાેતાં સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. કિયારા અડવાણી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ની સકસેસ પાર્ટીમાં વ્હાઈટ કલરનો શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. તેણે આ ડ્રેસનું ગ્રીન પિસ્તા રંગના ઓવરસાઈઝ્ડ બ્લેઝર સાથે ટીમઅપ કર્યું હતું.
આ લૂકમાં કિયારા અડવાણી ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી. ત્યારે કેટલાંક ફેન્સને કિયારા અડવાણીનો આ આઉટફિટ અધૂરો લાગ્યો. લોકોનું કહેવું છે કે કિયારા અડવાણી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે અને આ મુદ્દે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલના શિકાર બનવું પડ્યું.
એક યૂઝરે લખ્યું કે, દીદી પેન્ટ પહેરવાનું ભૂલી ગયા. જ્યારે અન્ય યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે લાંબા કોટ સાથે પેન્ટ કેમ નથી ખરીદ્યું? પણ, બીજી બાજુ અન્ય એક યૂઝરે આ આઉટફિટને સુંદર અને ક્લાસિક જણાવ્યું છે. નીતૂ કપૂરને જ્યારે કિયારા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, કિયારા એક શાનદાર છોકરી છે અને તે બેસ્ટ વાઈફ બનશે. તે ઘણી પ્રેમાળ છોકરી છે. તેનામાં એક સારી પત્નીના તમામ ગુણ છે.
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને કિયારા ઘણીવાર ઈવેન્ટ અથવા પાર્ટીઓમાં એકસાથે જાેવા મળતા હોય છે. તેમણે પોતાના રિલેશનશિપની પૃષ્ટિ તો નથી કરી, પરંતુ તેઓ આ વાતને ફગાવતા પણ નથી.
થોડા સમય પહેલા તેમના બ્રેકઅપની પણ અટકળો શરુ થઈ હતી, પરંતુ પછી તેમને ઈવેન્ટમાં સાથે જાેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ એક અવોર્ડ ફંક્શન દરમિયાન જ્યારે સ્ટેજ પર અર્જુન કપૂર સ્પીચ આપી રહ્યો હતો ત્યારે કિયારા અને સિદ્ધાર્થ પોતાની જ વાતોમાં ખોવાયેલા જણાયા હતા.SS1MS