કિયારા બની સૌથી તગડી ફી વસુલતી અભિનેત્રી

મુંબઈ, બોલિવૂડની જાણીતી કિયારા અડવાણી સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની ગઈ છે અને જેને તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ટોક્સિક માટે ૧૫ કરોડ રૂપિયાની ફી મળી હોવાના અહેવાલ છે.કન્નડ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ હેડલાઇન્સમાં રહે છે.
આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. અહેવાલ છે કે કિયારાએ આ ફિલ્મ માટે મોટી રકમ લીધી છે.
આ ફી સાથે, કિયારા હવે દક્ષિણ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં જોડાઈ ગઈ છે.રિપોર્ટ અનુસાર, કિયારા અડવાણીએ આ ફિલ્મ માટે ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. કિયારા અડવાણીની ફી તેની તાજેતરની ફિલ્મોની સફળતા અને તેની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.કેટલાક અહેવાલો એમ પણ કહે છે કે પ્રિયંકા ચોપરા જોનાસને એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ એસએસએમબી ૨૯ માટે ૩૫ કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે.
જ્યારે દીપિકા પાદુકોણે ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’ માટે ૨૩ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.‘ટોક્સિકઃ અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ નામની આ ફિલ્મ કન્નડ અને અંગ્રેજી બંને ભાષામાં એકસાથે બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં કિયારા અને યશ ઉપરાંત, ડેરેલ ડી’સિલ્વા અને અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મ પહેલા એપ્રિલમાં રિલીઝ થવાની હતી પરંતુ પ્રોડક્શનમાં વિલંબને કારણે તેની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી છે.કિયારા અડવાણીના વર્કળન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે ‘વોર ૨’માં જોવા મળશે. આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના જાસૂસી બ્રહ્માંડનો એક ભાગ હશે અને કિયારા માટે એક મોટી તક સાબિત થઈ શકે છે.SS1MS