Western Times News

Gujarati News

લગ્નની ખબરો વચ્ચે લીક થયો કિયારાનો બ્રાઇડલ લૂક

મુંબઈ, બોલીવૂડ અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાના સિક્રેટ રીલેશનશિપની ખબરો બી ટાઉનની ગલીઓમાં ચર્ચાનું કેન્દ્ર છે.

કપલ પોતાના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બી-ટાઉનનું આ કપલ હવે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. જાે કે આ અંગે ન તો બંને સ્ટાર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ન તો બંનેનો પરિવાર આ વિશે કોઈ માહિતી આપી રહ્યો છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની ગ્રાન્ડ વેડિંગની તૈયારીઓ ગુપચૂપ રીતે શરૂ થઈ ગઈ છે.

આ દરમિયાન કિયારા અને સિડ ઘણી વખત મનીષ મલ્હોત્રાના ઘરે પણ જતા જાેવા મળ્યા છે. હાલ તો અફવાઓનું બજાર એકદમ ગરમ છે. ત્યારે આ બધી ચર્ચાઓની વચ્ચે કિયારા અડવાણીનો દુલ્હન લૂકમાં એક વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પોતાના લગ્નની ચર્ચાઓ વચ્ચે કિયારા અડવાણી બ્રાઈડલ વેર એડ માટે દુલ્હન બની હતી. જેને સંબંધિત વિડીયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક્ટ્રેસને બ્રાઈડલ લુકમાં જાેઈને બધા તેના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, જ્યારે કિયારા એક એડ માટે આટલી સુંદર લાગે છે, ત્યારે પોતાના લગ્નમાં એક્ટ્રેસનો લૂક જાેવા લાયક હશે.

આ સાથે જ ફેન્સ ફરી એકવાર આ સ્ટાર કપલના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. કિયારાના આ વિડીયો પર કમેન્ટ્‌સ કરતા એક યુઝરે લખ્યું કે, બધુ તો બરાબર છે પણ દુલ્હાને જાેઇને મજા ન આવી. જાે તેની જગ્યાએ સિદ્ધાર્થ હોત તો વાત જ કંઇક અલગ હોત. તો અન્ય યૂઝરે લખ્યું કે, હવે તો બસ તારીખની રાહ છે. વધુ એક યુઝરે કમેન્ટ કરી કે, અમે તો રીઅલ મેરેજની રાહ જાેઇ રહ્યા છીએ.

આ સિવાય વધુ એક યુઝરે લખ્યું કે, આ તો દુલ્હનનો લૂક લીક થઇ ગયો. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થ ફેબ્રુઆરીના આગામી સપ્તાહમાં રાજસ્થાનના જેસલમેરમાં ભવ્ય લગ્ન કરવાના છે. અહેવાલ છે કે ૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ સિડ-કિયારા સાત ફેરા સાથે કાયમ માટે એકબીજાના થઇ જશે. આવી સ્થિતિમાં ફેન્સ હવે આતુરતાથી બંનેના લગ્નની રાહ જાેઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.