દિવાળીની ખરીદીમાં વ્યસ્ત દંપતીની નજર ચૂકવી બાળકનું અપહરણ
અમદાવાદ, દિવાળીને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે શહેરની બજારોમાં લોકો ખરીદી કરવા નીકળી પડ્યા છે. દિવાળીને કારણે બજારમાં ખરીદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. દિવાળી પહેલાનો છેલ્લો રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા હતા. અમદાવાદના ભદ્ર પાસેનું પાથરણાં બજારમાં રવિવારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.
ત્યારે આટલી ભીડમાં અમદાવાદ પોલીસની ટીમો પણ હાજર રહીને લોકોને ચેતવતા હતા. લોકો ખરીદીમાં એટલા મશગૂલ થઇ જાય છે કે પોતાના બાળકો અને મોંઘી ચીજવસ્તુઓ પણ કોઇ ઉપાડી જાય તો પણ ખ્યાલ નથી રહેતો. જાે તમે ખરીદી કરવા જાવ તો આ વીડિયોમાં દેખાય છે તેવી ભૂલો તો ન જ કરતા. અમદાવાદના ભદ્ર વિસ્તારમાં અને લાલદરવાજામાં દિવાળીની ખરીદીનો બરાબરનો માહોલ જામ્યો છે. ત્યારે અનેક ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે. જેઓ ખરીદી કરી રહેલા લોકોની વસ્તુઓને ચોરી કરી રહ્યા છે.
આ વીડિયોમાં તમે જાેઇ શકો છો કે, દિવાળીના તહેવારોમાં લોકો સજાગ થાય તે માટે પોલીસની અનેક ટીમો સતર્ક બની છે. રવિવારે એક મહિલા જે કોઇપણ પ્રકારના ડર વગર એક છોકરીની બેગમાંથી વસ્તુ કાઢી રહી હતી.
યુવતીને જરાપણ ખ્યાલ નથી આવ્યો કે તેની બેગમાંથી વસ્તુઓ ચોરાઇ ગઇ. બીજી એક ઘટનામાં અહીં તો હદ થઇ ગઇ છે. મહિલા તેના બાળક સાથે ખરીદી કરવા આવી હતી. અહીં જુઓ મહિલાની આંખ સામેથી જ તેમના બાળકને સાદા કપડામાં આવેલા પોલીસ લઇ જાય છે. તો પણ ખબર નથી પડતી. નોંધનીય છે કે, અમદાવાદનું ભદ્ર પાસેનું પાથરણાં બજાર ખરીદી માટે જાણીતું છે. ત્યાં દિવાળી પહેલા બજારોમાં ધૂમ મચી ગઈ છે. લાલદરવાજા ખાતે હૈયાથી હૈયું દળાય તેવી ભીડ જાેવા મળી રહી છે.
પરિવાર સાથે લોકો દિવાળીની ખરીદી કરવા પહોંચ્યા છે. દિવાળી પહેલા ખરીદીને લઈને લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ઘરવખરીનો સામાન, કપડાં સહિતની નાની મોટી વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ જામી છે. તો બીજી બાજુ ચોરોની ટોળકીઓ પણ સક્રિય થઇ રહી છે. તો ભીડમાં જાવ તો તમે સાચવજાે.