Western Times News

Gujarati News

વહેલી સવારે જોગીંગ માટે નીકળેલા સગીરનું અપહરણ

ગાંધીનગર, ગાંધીનગર શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે રનિંગ માટે નીકળેલા સગીરનું અપહરણ થયુ હોવાનો બનાવ સેકટર-ર૧ પોલીસ મથકમાં નોંધાયો છે તેના આધારે પોલીસે સગીરના મોબાઈલની ડિટેઈલ્સ મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગરના સેકટર-ર૩માં આવેલી એક સોસાયટીમાં રહેતો પરિવાર મૂળ રાંધેજાનો વતની છે. વતનમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં પÂત્ન અને બે સંતાનો છે તેમનો ૧૬ વર્ષનો નાનો દીકરો સેકટર-ર૮ ખાતેની સ્કૂલમાં ધો.૧રમાં અભ્યાસ કરે છે.

ગત તા.રપ ઓકટોબરના પરિવારજનો ઘરે સૂઈ ગયા હતા. એ વખતે સગીર સવારના ચારેક વાગે જાગ્યો હતો અને તેણે તેના પિતાને રનિંગ કરવા માટે જતો હોવાનું કહીને ઘરેથી મોબાઈલ લઈને નીકળ્યો હતો. રાબેતા મુજબ તે સેકટર-ર૭ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રનિંગ માટે જતો હતો. સાડા પાંચેક વાગ્યાની આસપાસ પરત ઘરે આવી જતો હતો.

જોકે રપ ઓકટોબરે સવારના સાત વાગ્યા સુધી તે ઘરે પરત ફર્યો ન હતો. જેને સાત વાગે સ્કૂલે જવાનું હોવાથી સગીરના પિતાએ તપાસકરતા તે સ્કૂલમાં પણ ગયો ન હતો. બાદમાં તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જઈ પુત્રના મિત્રોની પુછપરછ કરી અલગ અલગ સ્થળોએ શોધખોળ કરી હતી તેમ છતાં સગીર દીકરાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

આખરે આ અંગે સગીરના પિતાએ સેકટર-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી તેના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ સગીરના અપહરણનો ગુનો દાખલ કરી તેના મોબાઈલના સીડીઆર મેળવવાની અલગ અલગ દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે સગીરની કોઈ ભાળ નહીં મળતા પોલીસ તેના મિત્ર વર્તુળની પુછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.