Western Times News

Gujarati News

કીડનીની બીમારી ભારતીયોમાં ઝડપથી ફેલાઈ રહી છે

પુરૂષોમાં ૧.૪ અને મહિલાઓમાં ૧.ર થી વધુ ક્રિએશન ખરાબ કિડનીના સંકેત

(એજન્સી)નવીદિલ્હી, કિડની આપણા શરીરનું સૌથી મુખ્ય અંગ છે. જાે તેને થોડું પણ નુકશાન પહોચે તો આપણા શરીરની સીસ્ટમ ગરબડ થઈ જાય છે. Kidney disease is spreading rapidly among Indians

કીડની લોહી સાફ કરે છે. શરીરમાંથી ટોકસીનને બહાર કાઢે છે. જાે કીડની શરીરમાંથી ટોકસીન કાઢવાનું બંધ કરી દે તો આપણું શરીર બીમારીનું ઘર બની જાય. કીડની લોહીને સાફ કરે છે. શરીરમાંથી વધારાનું પાણીને ફીલ્ટર કરે છે.અને બ્લડ પ્રેશરનું કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કીડનીમાં ખરાબી ઉભી થવાની લાલ રકત કોશીકાઓના ઉત્પાદનની સાથે હાડકાના સ્વાસ્થ્યને પણ અસર પહોચે છે. સારા સ્વાસ્થ્ય માટે કીડનીનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરીી છે. કીડનીને સ્વસ્થ બનાવવા માટે સ્વાસ્થ્યવર્ધક ખોરાકનું સેવન કરવું જરૂરી છે. કીડનીના ફંકશન માટે સીરરમ કીએટીનની તપાસ કરવામાં આવે છે. જેથી કીડનીની સ્થિતી જાણી શકાય.

નેફોલોજી અને રીનલ ટ્રાન્સપ્લાન્ટેશનના નિષ્ણાંત ડો.વિક્રમ કાલરાએ જણાવે છે. કે પુરુષોમાં ૧.૪ થી વધુ અને મહીલાઓમાં ૧.ર થી વધુ ક્રિેએટીશનનું સ્તર એક પ્રારંભીક ચેતવણી છે. જે કીડની સારી રીતે કામ કરી નથી કરી રહી હોવાનો સંકેત પણ છે. આપણે ભારતીય કિડનીના સ્વાસ્થ્ય અંગે સજાગ નથી અને કેટલીક ભુલો કરીએ છીએ.

હાઈબ્લડ પ્રેશરર તમારી કિડની ઉપર ખરાબ અસર કરે છે. અને કિડની બગડવાની સંભાવના વધી જાય છે. જાે તમે હાઈ બીપીથી પીડીત છો. તો તમારા ડોકટર તેને નિયંત્રણમાં રાખવા દવા લખી આપે છે. ઉપરાંત લાઈસ સ્ટાઈલમાં બદલાવથી પણ દવા ઉપરની નિર્ભરતા ઓછી કરી શકાય છે.

મીઠું નમક અને આલ્કોહોલના સેવન કરવાથી બીપી વધે છે. અને કીડની ઉપર તેની અસર પડે છે. બીપીને કંટ્રોલ કરવા મધ્યમ તીવ્ર કસરત કરવી અને વજનને કંટ્રોલમાં રાખવું. જાે કિડનીને હેલ્ધી રાખવા માંગતા હોય તો દુખાવાને દુર કરવાની દવાઓનું સેવન ઘટાડવું જરૂરી છે.

આ દવાઓના સેવનથી કીડનીમાં લોહીનો પ્રવાહ ઘટે છે. જેથી નુકશાન થાય છે.સાથે નમકનું વધુ પડતું સેવન બીપીને વધારતું હોવાથી કીડની માટે નુકશાનકારક છે. ઉપરાંત સ્વસ્થ જીવન અપનાવી સ્મોકીગની આદત છોડી પોષકતત્વોથી ભરપુર ભોજન લેવું હીતાવહ છે. જેમાં સીઝનલ ફળો-શાકભાજી લઈ શકાય. સાથે નિયમીત શરીરનું ચેકઅપ ટેસ્ટ કરાવવાથી પણ કીડનીના સ્વાસ્થ્ય અંગે જાણી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.