સર્જરી વિના 100 દર્દીની કીડની અને પેશાબ નળીમાં રહેલી પથરી દૂર કરાઈ
સીવીલ હોસ્પિટલમાં કોઈ વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ -ર૪ દર્દીમાં ૧૦ એમએમ સાઈઝ, પરમાં પથરીની સાઈઝ ૧૦થી૧પ એમએમ હતી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં કોઈ વાઢકાપ વિના લીથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા પથરી કાઢવામાં આવે છે. જે સંપૂર્ણપણે પેઈનલેસ છે. સીવીલ હોસ્પિટલમાં લીથોટ્રીપ્સનો સારવાર શરૂ થયાના ૪૭ દિવવસમાં ઓપરેશન વિના જ ૧૦૦ જેટલા દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરીને કોઈ પણ કાપા વિના દુર કરવામાં આવી છે. આમ રોજના સરેરાશ બે દર્દીની સારવાર કરાઈ છે.
સીવીલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ દ્વારા લીથોટ્રીપ્સીથી ઓપરેશન વગર ૧૦૦ દર્દીઓની કિડની તેમજ પેશાબની નળીમાં રહેલી પથરી દુર કરવામાં આવી છે. આ તમામ દર્દીઓ પીડારહીત સામાન્ય જીવનશૈલીમાં પાછા ફર્યા છે. તેમાં પણ ૮૯ ટકા દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણ્પણે પથરી દુર થઈ છે. ૧૧ ટકા કિસ્સામાં બે વાર લીથોટ્રીપ્સી કરીફ પથરી દુર કરવામાં આવી છે.
સીવીલના યુરોલોજી વિભાગના વડા ડો.શ્રેણીક શાહે જણાવ્યું હતું કે ૧૦૦ દર્દીઓના કિડની અને મુત્રવાહીનીના પથ્થરોને ની મદદથી સફળતાપુર્વક સારવાર કરાઈ છે. જેમાં ૩ વર્ષથી લઈ ૮૦ વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દુર કરાઈ છે. આ ૧૦૦ દર્દીઓમાં ૭ર પુરુષ દર્દી અને અન્ય સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. ર૪ દર્દીઓમાં ૧૦ એમએમ સાઈઝની, પર દર્દીમાં પથરીની સાઈઝ ૧૦થી૧પ એમએમ તેમજ૧૬ દર્દીઓ એવા હતા
જેમની પથરીનો સાઈઝ ૧પ એમએમ કરતાં પણ વધારે હતી. ૩૯ દર્દીઓમાં પથરી કીડનીમાં હતી. આ સારવારનું ઓછું જોખમ હોય છે. ઓછા દુખાવો ચેપનું ઓછું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી. સીવીલ હોસ્પીટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્રાઈવેટ હોસ્પીટલમાં લીથોટ્રીપ્સીની સારવારનો અંદાજીત ખર્ચ ૧૦થી ૧પ હજાર થાય છે. જે સીવીલ હોસ્પિટલમાં નજીવા દરે અને આયુષ્યમાન કાર્ડ હેઠળ નિઃઃશુલ્ક કરાય છે.