Western Times News

Gujarati News

શાક આપવા મુદ્દે થયેલી તકરારમાં યુવકની હત્યાઃ હોટલ સંચાલકોની ધરપકડ

પ્રતિકાત્મક

અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા સામે શ્રી સાંઈરામ હોટલના સંચાલકોએ પનીરની સબજી નહિ આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી માર મારી યુવાનની હત્યા કરવાના મામલામાં શહેર બી ડીવીઝન પોલીસે હોટલના બે સંચાલકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. Killing of a youth in a dispute over giving vegetables: Hotel managers arrested

પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ મસ્જિદ ફળિયામાં રહેતી મોંગીબેન હીરાભાઈ વસાવાના ભાણેજ ઉપેન્દ્ર વસાવાના પુત્ર અંકિત વસાવાના ઘરેથી અનિકેત નામના યુવાનને પ૦૦ રૂપિયા આપી અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલ ખાતે પનીર સબ્જી લેવા મોકલ્યો હતો

જયાં હોટલના સંચાલકોએ તેને પનીર સબ્જી આપવાનું ના કહેતા અંકિત વસાવા અને અનિકેત સાથે ફરી સબ્જી લેવા ગયા હતા તે વેળા હોટલ સંચાલકો વચ્ચે બોલાચાલી કરી હતી જે બાદ મંગીબેન વસાવાની બહેનનો પુત્ર ર૧ વર્ષીય અરુણ પ્રવીણ વસાવા, વિજય વસાવા અને ધર્મેશ વસાવા સહિત ચારેય જણા ત્ય્‌ ગયા હતા

અને હોટલના સંચાલકો કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવને પનીરની સબ્જી કેમ આપી નહી તેમ કહેતા જ ઉશ્કેરાયેલા બંને સંચાલકોએ ચારેય યુવાનો ઉપર તૂટી પડયા હતા અને અરુણ વસાવાને મુઢ માર માર્યો હતો. જેને પગલે અરુણ વસાવા હોટલની બહાર નીકળતા જ ઢળી પડી બેભાન થઈ જતા

તેને તેના સંબંધીઓને રિક્ષામાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હોટલ સંચાલકો કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવ ાસમે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હોટલ સંચાલક કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.