Western Times News

Gujarati News

કિલી પૌલની ઝલક દિખલા જામાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી થશે

મુંબઈ, ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાનું દસમી સીઝન સાથે ધમાકેદાર કમબેક થયું છે. પાંચ વર્ષ પછી આ શો પાછો ફર્યો છે અને કેટલાય સેલિબ્રિટીઝ કન્ટેસ્ટન્ટ તરીકે આવ્યા છે.

ગશ્મીર મહાજની, નિઆ શર્મા, નીતિ ટેલર અને અમૃતા ખાન્વીકર જેવા જાણીતા ટીવી સેલેબ્સ આ શોનો ભાગ બન્યા છે. દર અઠવાડિયે કન્ટેસ્ટન્ટ્‌સ પોતાના શાનદાર પર્ફોર્મન્સથી દર્શકો અને જજીસનું દિલ જીતતા રહે છે.

હવે મનોરંજનનું સ્તર ઊંચું કરવા માટે મેકર્સ ચાર વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરાવવા જઈ રહ્યા છે. ટીવીને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, તાન્ઝાનિયાનો કન્ટેન્ટ ક્રિએટર કિલી પૌલ અને અદા મલિકની શોમાં એન્ટ્રી થવાની છે. આ પહેલા એક્ટર નિશાંત ભટ્ટ પણ શોમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી થશે તેવી માહિતી સામે આવી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, શ્રીતી ઝા અને નિશાંત ભટ્ટની સાથે કિલી પૌલ અને અદા મલિકને પણ વાઈર્લ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે ફાઈનલ કરવામાં આવ્યા છે. જાેકે, સંભાવના એવી પણ છે કે કિલી શોમાં ગેસ્ટ પર્ફોર્મર તરીકે દેખાશે.

અહીં ઉલ્લેખનીય છે કે, અદા મલિક બોલિવુડના જાણીતા મ્યૂઝિક કમ્પોઝર અનુ મલિકની દીકરી છે. તે જાણીતી ડિઝાઈનર છે અને તેના આઉટફિટ કેટલાય પ્રતિષ્ઠિત ફેશન વીકમાં પ્રદર્શિત કરી ચૂકી છે. બીજી તરફ કિલી પૌલ સોશિયલ મીડિયાની દુનિયામાં ખાસ્સો પોપ્યુલર છે. તે પોતાની બહેન નીમા સાથે વિડીયો બનાવે છે જેમાં તે હિન્દી ગીતો પર લિપસિંક અને ડાન્સ કરતો દેખાય છે.

ઝલક દિખલા જા ૧૦માં શ્રીતી ઝાની એન્ટ્રીના વિડીયોએ દર્શકોમાં ખાસ્સો ઉત્સાહ જગાડ્યો છે. શોની વાત કરીએ તો, માધુરી દીક્ષિત, કરણ જાેહર અને નોરા ફતેહી જજ તરીકે જાેવા મળે છે. જ્યારે મનીષ પૉલ શોનો હોસ્ટ છે.

ઘશ્મીર મહાજની, નીતિ ટેલર, અમૃતા ખાન્વીકર, રૂબિના દિલૈક, ગુંજન, ફૈઝલ શેખ, પારસ કલનાવત, ઝોરાવર કાલરા, શિલ્પા શિંદે હાલ શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.