Western Times News

Gujarati News

કિમ જોંગે પૂર રોકવામાં નિષ્ફળ રહેલા ૩૦ અધિકારીઓને ફાંસી આપીઃ રિપોર્ટ

ઉત્તર કોરિયા, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને તાજેતરમાં દેશમાં મોટા પ્રમાણમાં પૂર અને ભૂસ્ખલનને રોકવામાં નિષ્ફળતા બદલ ૨૦ થી ૩૦ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ પૂરમાં લગભગ ૪,૦૦૦ લોકોના મોત થયા હતા અને ૧૫,૦૦૦થી વધુ લોકોએ ભાગવું પડ્યું હતું.

દક્ષિણ કોરિયાના મીડિયા અનુસાર, કિમે ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારીના આરોપસર અધિકારીઓને મૃત્યુદંડનો આદેશ આપ્યો હતો.ટીવી ચોસુનના અહેવાલ મુજબ પૂર પ્રભાવિત વિસ્તારમાં ૨૦ થી ૩૦ અધિકારીઓને એકસાથે ફાંસી આપવામાં આવી હતી. આ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા હતા કે કિમે આ અધિકારીઓને કડક સજાની જાહેરાત કરી છે. પરંતુ હવે ફાંસીનો મામલો સામે આવી રહ્યો છે.

જો કે જે અધિકારીઓને ફાંસી આપવામાં આવી છે તેમના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, પૂર પછી અધિકારીઓને ડર હતો કે તેમનો વારો ક્યારે આવશે.ગયા મહિને કિમે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

આ દરમિયાન કિમે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે પૂરના કારણે દેશભરમાં હજારો લોકોના મોત થયા છે.આ પહેલીવાર નથી જ્યારે કિમે કથિત નિષ્ફળતા માટે ફાંસીની સજાનો આદેશ આપ્યો હોય.

અહેવાલો અનુસાર, ૨૦૧૯ માં, ઉત્તર કોરિયાના પરમાણુ રાજદૂત કિમ હ્યોક ચોલને કિમ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યુએસ સાથે શિખર સંમેલન ન કરવા બદલ ફાંસી આપવામાં આવી હતી. ઉત્તર કોરિયામાં જાહેરમાં ફાંસીની લાંબી પરંપરા છે. કોરિયા ટાઈમ્સ અનુસાર, રોગચાળા પહેલા, દર વર્ષે સરેરાશ ૧૦ ફાંસીની સજા કરવામાં આવતી હતી, પરંતુ ગયા વર્ષે આ સંખ્યા વધીને ઓછામાં ઓછી ૧૦૦ થઈ ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.