Western Times News

Gujarati News

ઉત્તર કોરિયા પોતાની લશ્કરી ક્ષમતાઓ વધારવામાં વ્યસ્ત, કિમે ડ્રોનની શક્તિનું પ્રદર્શન કર્યું

KCNA ના અહેવાલ મુજબ, કિમ જોંગ-ઉન AI ટેકનોલોજી સાથે વ્યૂહાત્મક રિકોનિસન્સ ડ્રોન અને કામિકાઝ ડ્રોનના પરીક્ષણોનું નિરીક્ષણ કર્યુ

સિઓલ, ઉત્તર કોરિયા પોતાની લશ્કરી ક્ષમતાઓ વધારવામાં વ્યસ્ત છે. સરમુખત્યાર કિમ જોંગ ઉન નવા હુમલા અને જાસૂસી ડ્રોનની શક્તિનું મૂલ્યાંકન કરે છે. તેમણે નવા ડ્રોનના પરીક્ષણનું અવલોકન કર્યું. આ ઉપરાંત તેમણે ડ્રોનનું ઉત્પાદન વધારવાની વાત કરી.

ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં, કિમ જોંગ એક મોટા રિકોનિસન્સ ડ્રોનનું નિરીક્ષણ કરતા જોવા મળે છે. આ ડ્રોન બોઇંગના ઈ-૭ વેજટેલ એરબોર્ન ચેતવણી અને નિયંત્રણ વિમાન જેવું લાગે છે.

પરીક્ષણ દરમિયાન, રિકોનિસન્સ ડ્રોનની જમીન અને સમુદ્ર પર અનેક લક્ષ્યોને ટ્રેક કરવાની અને લશ્કરી પ્રવૃત્તિઓ પર નજર રાખવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. Kim Jong-un oversees tests of strategic reconnaissance drone and kamikaze drones with AI technology, KCNA reports

એજન્સીએ જણાવ્યું હતું કે, ડ્રોન ટેકનોલોજી સંકુલ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ સંશોધન જૂથની મુલાકાત દરમિયાન, કિમ જોંગ ઉને ડ્રોનના પ્રદર્શનથી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉત્પાદન વધારવાની યોજનાને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોને આગળ વધારવા અને તેમને આધુનિક યુદ્ધ માટે યોગ્ય બનાવવા માટે ડ્રોન અને એઆઈને પ્રાથમિકતા આપવી જોઈએ.

જોકે, અત્યાર સુધી દક્ષિણ કોરિયાએ આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી. ગયા વર્ષે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ પર ઉત્તર કોરિયા વિરોધી પ્રચાર પત્રિકાઓ ફેંકવા માટે તેના ડ્રોન મોકલવાનો આરોપ મૂક્્યો હતો અને જો આવી ફ્લાઇટ્‌સ ફરીથી થશે તો બળપૂર્વક જવાબ આપવાની ધમકી આપી હતી.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઉત્તર કોરિયા સતત પોતાની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. આનાથી દક્ષિણ કોરિયાની ચિંતા વધી રહી છે. ઉત્તર કોરિયાએ અનેક પરમાણુ શસ્ત્રો અને આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલો વિકસાવ્યા છે.

આ ઉપરાંત, કિમ યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યા છે. તેમની સેના પણ રશિયા સાથે મળીને યુક્રેન સામે લડી રહી છે. આનાથી ચિંતા વધી છે કે બદલામાં તેઓ રશિયન ટેકનોલોજી ટ્રાન્સફર મેળવી શકે છે અને તેમના પરમાણુ સશસ્ત્ર દળોને મજબૂત બનાવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.